શનિવારે ભારતીય પુરૂષ એશિયા કપ ટીમે ફાઈવ્સ એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઈટલ જીત્યું હતું. પેનલ્ટી શૂટઆઉટમાં ભારતે ૨-૦થી જીત મેળવી હતી. ફૂલટાઇમના અંતે, મેચ ૪-૪થી ડ્રોમાં સમાપ્ત થઈ, જેના કારણે પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવો પડ્યો. ભારતીય ક્રિકેટ ટીમ શનિવારે પાકિસ્તાન સામે ફ્લોપ દેખાતી હતી ત્યારે હોકી ટીમનો વિજય થયો હતો. શૂટઆઉટમાં ભારત તરફથી મનિન્દર સિંહ અને ગુરજાેત સિંહે ગોલ કર્યા હતા. તો બીજી તરફ ભારતના વિકેટકીપર સૂરજ કારકેરાએ પાકિસ્તાનના અરશદ લિયાકત અને મોહમ્મદ મુર્તઝાને શૂટઆઉટમાં ગોલ કરતા અટકાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ રાહીલે ફૂલટાઇમમાં બે ગોલ કર્યા હતા. આ સિવાય જુગરાજ સિંહ અને મનિન્દર સિંહે ૧-૧ ગોલ કર્યો હતો. રાહીલે ૧૯મી અને ૨૬મી મિનિટે ટીમ માટે ગોલ કર્યા હતા.
તે જ સમયે, જુગરાજ સિંહે ૭મી મિનિટે અને મનિન્દર સિંહે ૧૦મી મિનિટે ગોલ કર્યો હતો. જ્યારે પાકિસ્તાન તરફથી પૂરા સમય પર અબ્દુલ રહેમાન, ઝીકરિયા હયાત, અરશદ લિયાકત અને કેપ્ટન અબ્દુલ રાણાએ ૧-૧ ગોલ કરીને સ્કોર ૪-૪થી બરાબર કરી લીધો હતો. આ પછી મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ, જ્યાં ભારત ૨-૦થી જીત પોતાના નામે કરી લીધી. આ પહેલા ટીમ ઈન્ડિયા એલિટ પૂલ સ્ટેજમાં પાકિસ્તાન સામે ૪-૫થી હારી ગઈ હતી. તો બીજી તરફ વડા પ્રધાને પણ ફાઇનલમાં ભારતની આ જીત પર અભિનંદન પાઠવ્યા હતા. નરેન્દ્ર મોદીના ટિ્વટર હેન્ડલ પર ટ્વીટ કરવામાં આવ્યું, “હોકી ૫જી એશિયા કપમાં ચેમ્પિયન!!” આગળ લખ્યું હતું કે, “પુરુષ હોકી ટીમને તેની શાનદાર જીત પર અભિનંદન. તે અમારા ખેલાડીઓના અતૂટ સમર્પણની સાક્ષી છે અને આ જીત સાથે અમે ઓમાનમાં આવતા વર્ષે હોકી ૫ વર્લ્ડ કપમાં અમારું સ્થાન નિશ્ચિત કર્યું છે. આપણા ખેલાડીઓની હિંમત અને નિશ્ચય આપણા રાષ્ટ્રને પ્રેરણા આપે છે.
