હેરની નજીક એક ગામમાં ઘરમાં ઘુસેલા દીપડાએ બે મહિલાઓ પર હુમલો કરતા મહિલાઓ ઇજાગ્રસ્ત હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાઈ હતી. વન વિભાગની ટીમને પણ જાણ થતાં જ વન વિભાગમાં પણ દોડતું થયું હતું. બનાવની વિગત મુજબ, વલસાડના વેલવાચ કુંડી ફળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી એક દીપડો દેખાતો હતો. આથી લોકોમાં ભયનો માહોલ પણ છવાયો હતો. ગામના એક ઘરમાં દીપડો ઘૂસી ગયો હતો. ત્યારબાદ ઘરની મહિલાઓએ દીપડાને ઘરમાં જાેઈ બારણું બંધ કરવાના પ્રયાસ કર્યા હતા.
એ વખતે જ ઘરમાંથી દીપડાએ અચાનક મહિલાઓ પર હુમલો કર્યો હતો. ઘરમાં હાજર મનીષાબેન પટેલ અને કમળાબેન પટેલ નામની મહિલાઓ પર દીપડો હુમલો કરી અને ત્યાંથી ભાગી ગયો હતો. બનાવને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને લોકોના જીવ તાળવે ચોટ્યા હતા. બનાવની જાણ કરતા જ વન વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અગાઉ પણ અનેક વખત વલસાડ જિલ્લાના રહેણાક વિસ્તારોમાં અને ગામોમાં દીપડાઓ ઘૂસવાની ઘટનાઓ બની ચુકી છે. કેટલીક વાર માણસો પર હુમલાના પણ બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે વલસાડ શહેરના છેવાડાના વિસ્તારોમાં પણ છેલ્લા કેટલાક દિવસ દીપડો દેખાઇ દીધો હતો. આથી લોકોમાં ભયનો માહોલ હતો. ફરી એક વખત દીપડો ઘરમાં ઘૂસી અને હુમલો કરવાની આ ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ છે.