Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»બંન્નેની મુલાકાત ૨૦૨૧ના અંતમાં થઈ હતી લોકોએ દલજીત કૌર અને તેના પતિની ઉંમર પર કરી કોમેન્ટ
    India

    બંન્નેની મુલાકાત ૨૦૨૧ના અંતમાં થઈ હતી લોકોએ દલજીત કૌર અને તેના પતિની ઉંમર પર કરી કોમેન્ટ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 5, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઈસ પ્યાર કા ક્યા નામ દૂં ફેમ દલજીત કૌરે માર્ચ ૨૦૨૩માં નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા હતા. આ પછી તે પુત્ર જેડન સાથે કેન્યા શિફ્ટ થઈ ગઈ. ત્યાંથી તે દરરોજ તેના પતિ સાથેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. પરંતુ ક્યારેક તેને ટીકાનો પણ સામનો કરવો પડે છે. તે દરેકને યોગ્ય જવાબ આપે છે. તેણે લગ્નના ૯૦ દિવસ પછી એક વ્લોગ શેર કર્યો, જેમાં તેણે ટ્રોલર્સ પર પ્રહારો કર્યા છે.

    દલજીત કૌર અને નિખિલ પટેલે લગ્નના ૯૦ દિવસ બાદ યુટ્યુબ ચેનલ પર વ્લોગ શેર કર્યો હતો. જેમાં તેણે કહ્યું કે જ્યારથી તેણે પોતાના સંબંધોને સાર્વજનિક કર્યા છે અને લગ્ન કર્યા છે, ત્યારથી તે બે પ્રકારના ટ્રોલનો સામનો કરી રહી છે. અભિનેત્રીના પતિએ કહ્યું કે લોકો તેની ઉંમર પર ટિપ્પણી કરે છે પરંતુ તે કહેવા માગશે કે તેને સ્વસ્થ રહેવું ગમે છે. તે તેના બાળકો માટે સ્વસ્થ રહેવા માગે છે. દલજીતે કહ્યું, ‘ઘણા ટ્રોલ અમારી ઉંમર વિશે ટિપ્પણી કરે છે. હું નિક કરતાં માત્ર ૩ વર્ષ નાની છું. તેથી જાે તે વૃદ્ધ છે, તો હું પણ છું. હું તેના માટે સેક્સી દેખાવા માગુ છું, તે મારા માટે સેક્સી દેખાવા માગે છે. આપણે લાંબુ જીવવા માગીએ છીએ અને આપણી આગળ આખું જીવન જીવવા માગીએ છીએ. તો ટ્રોલનો ભાગ પણ ઉંમરની જેમ પસાર થઈ જશે.

    વિડિયોમાં આગળ દલજીતે એ પણ ખુલાસો કર્યો કે ‘ટેક ૨’ નામનો ઉપયોગ કરીને નિખિલ સાથેના લગ્ન માટે તેને કેટલા ટ્રોલ કરવામાં આવ્યા છે. આના પર તેણે જણાવ્યું કે કેવી રીતે તે પ્રેમને તેના જીવનમાં બીજી તક આપવાના ર્નિણયથી ખૂબ ખુશ અને ગર્વ અનુભવે છે. ‘મને મારી યાત્રા પર ખૂબ ગર્વ છે. હવે હું ખુશ છું, લોકો આ જાણે છે. મેં બીજી વાર લગ્ન કર્યા છે અને હું ખુશ છું. સમસ્યા શું છે? તમે શું વિચારો છો, તમને શું લાગે છે?’ અભિનેત્રીએ ટિપ્પણી કરનારાઓને નાખુશ અને અસુરક્ષિત પણ કહ્યા હતા. દલજીત અને નિખિલની મુલાકાત ૨૦૨૧માં દુબઈમાં એક પાર્ટી દરમિયાન થઈ હતી.

    તેમણે વાતો શરૂ કરી અને મિત્રતા બંધાઈ હતી. ધીમે-ધીમે તેઓ પ્રેમમાં પડ્યા હતા. દલજીતની જેમ નિખિલના પણ આ બીજા લગ્ન છે. નિખિલની બે દીકરીઓ છે ૧૩ વર્ષની આરિયાના અને આઠ વર્ષની અનિકા. ‘કુળવધૂ’, ‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂં’, ‘બિગ બોસ ૧૩’ સહિત કેટલાય ટીવી શોમાં જાેવા મળી દલજીતે અગાઉ એક્ટર શાલીન ભાનોટ સાથે લગ્ન કર્યા હતા. શાલીન અને દલજીતના લગ્ન ૨૦૦૯માં થયા અને ૨૦૧૩માં તેમણે છૂટાછેડા લીધા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.