Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»પ્રેગ્નેન્સીના છેલ્લા દિવસોમાં દીપિકા કક્કરને થઈ તકલીફ
    Entertainment

    પ્રેગ્નેન્સીના છેલ્લા દિવસોમાં દીપિકા કક્કરને થઈ તકલીફ

    Shukhabar DeskBy Shukhabar DeskJune 16, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સસુરાલ સિમર કાથી પોપ્યુલારિટી મેળવનારી દીપિકા કક્કર હાલ તેની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં છવાયેલી છે. તે ખૂબ જલ્દી મા બનવાની છે અને જુલાઈમાં તેની ડિલિવરી થવાની છે. આ દરમિયાન પણ તે યૂટ્યૂબ પર વ્લોગ શેર કરતી રહે છે અને પ્રેગ્નેન્સી વિશે અપડેટ આપતી રહે છે. અત્યારસુધી તો બધુ ઠીક હતી અને દરેક ક્ષણને પૂરી રીતે એન્જાેય કરી રહી હતી. વર્કઆઉટ કરવા જતી અને ખાવા-પીવામાં પણ ઘણું ધ્યાન રાખતું હતું. પરંતુ હવે તેણે ખુલાસો કર્યો છે કે, તે શાંતિથી ઊંઘી શકતી નથી. આ સાથે તેણે તેમ પણ જણાવ્યું કે, તેના મમ્મી તેનું ધ્યાન રાખવા માટે પુણેથી મુંબઈ શિફ્ટ થઈ ગયા છે અને આ વાતથી તે ઘણી ખુશ છે.

    મમ્મીના મુંબઈમાં શિફ્ટ થવા વિશે વાત કરતાં દીપિકા કક્કરે કહ્યું હતું કે ‘મમ્મી પણ ધીમે-ધીમે અહીંયા સેટલ થઈ રહી છે, હું ખુશ છું કે તેમણે આ ર્નિણય લીધો છે. અમ્મી અને મમ્મી અહીંયા મારી પાસે રહેશે. ખાસ કરીને પ્રેગ્નેન્સીના દિવસોમાં આ બધા મારી પાસે આસપાસ છે, જે મને ઘણી રાહત આપે છે. તેઓ મારી સંભાળ રાખી રહ્યા છે અને ભગવાન કરે કંઈ પણ ખોટું ન થાય. મને ખબર છે કે મારો પરિવાર મારી પાસે છે. આ સમયે તેમનું હજી પણ સેટ થઈ રહ્યું છે. ધીમે-ધીમે અમે તેમના માટે પણ બધું સરખું કરી દઈશું. દીપિકા કક્કરે ત્રીજા ટ્રાયમેસ્ટરમાં ઊંઘવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આ વિશે તેણે કહ્યું હતું કે ‘હું અજીબ વસ્તુથી પસાર થઈ રહી છું. ખાસ કરીને ત્રીજા ટ્રાયમેસ્ટરમાં. પૂરી પ્રેગ્નેન્સી દરમિયાન મને આ સમસ્યા હતી, પરંતુ આ સમસ્યા હવે વધી ગઈ છે.

    હું સરખી રીતે ઊંઘી શકતી નથી. હું ટીવી બંધ કરીને રાતે ઊંઘવાનો પ્રયાસ કરું છું, પરંતુ કંઈક જ મદદ કરી રહ્યું નથી. હું સવારે પાંચ વાગ્યે ઊંઘી જાઉ છું અને બાદમાં શોએબ માટે સાત વાગ્યે ઊઠું છું અને મને ભૂખ લાગે છે. હું ખાંડ વગરની ચા પીવ છું અને સવારે ફરીથી ૧૦-૧૧ વાગ્યે ઊંઘી જાઉ છું અને ઊંઘ પૂરી કરું છું. દીપિકા કક્કરે કેટલીક ક્યૂટ મોમેન્ટ પણ શેર કરી હતી અને કહ્યું હતું કે ‘હું જ્યારે ઊંઘમાં હલું છું ત્યારે અંદર રહેલું બાળક મને યાદ અપાવે છે કે ‘હું અંદર છું, મને ધક્કો ન મારો’, તેથી હું આ તબક્કાને એન્જાેય કરી રહી છું. હું નવા ઘર, અમારા બાળક અને અમારા માટે જે કંઈ થઈ રહ્યું છે, તે સાથે નવા બદલાવના અનુભવને અનુભવવાની રાહ જાેઈ શકતી નથી. શોએબ અને હું જે અનુભવ કરી રહ્યા છે,

    તે માટે અમે સપનું જાેયું હતું અને આકરી મહેનત કરી હતી. સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસથી દીપિકા કક્કર મમ્મી બની ગઈ હોવાની વાતો વહી રહી હતી. શોએબ ઈબ્રાહિમના આગળના વ્લોગમાં તેણે પોતે રિએક્શન આપ્યું હતું અને કહ્યું હતું કે ‘યૂટ્યૂબ પર ઘણી ચેનલ એવી છે જેના પર અમારા આવનારા બાળક માટે અલગ-અલગ વાતો થઈ રહી છે. આ સત્ય નથી. મારી ડિલિવરીને આડે થોડો સમય બાકી છે. જેવું કંઈક થશે કે તમને જાણ કરીશું. અમારા ઓફિશિયલ અકાઉન્ટ પરથી જે માહિતી મળે તેને જ સાચી માનવી’. આ સાથે તેણે તેણે ડોક્ટરે જુલાઈના ત્રીજા અથવા ચોથા અઠવાડિયાની તારીખ આપી હોવાનું કહ્યું હ

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    National Biobank India:વ્યક્તિગત આરોગ્ય સંભાળ

    July 7, 2025

    Mainpuri suicide case:માનસિક તણાવ અને પરિવાર સંકટ

    July 7, 2025

    BJP New President 2025: શિવરાજ, ખટ્ટર કે પ્રધાન? જાણો કોણ છે ટોપ 6 રેસમાં

    July 6, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.