Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»પ્રદીપ કુરુલકરને લઈને ચાર્જશીટમાં મોટા ખુલાસા પ્રદીપે ગુપ્ત માહિતી પાક. મહિલા ઈન્ટેલિજન્સને શેર કરી હતી
    India

    પ્રદીપ કુરુલકરને લઈને ચાર્જશીટમાં મોટા ખુલાસા પ્રદીપે ગુપ્ત માહિતી પાક. મહિલા ઈન્ટેલિજન્સને શેર કરી હતી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 9, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પાડોશી દેશ પાકિસ્તાન સાથે ગુપ્ત માહિતી શેર કરવા બદલ ધરપકડ કરાયેલા ડીઆરડીઓ વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકરને લઈને ચાર્જશીટમાં મોટા ખુલાસા થયા છે. એટીએસે ૩૦ જૂને સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ સબમિટ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે પ્રદીપ કુરુલકરે ભારતના મિસાઈલ, ડ્રોન અને રોબોટિક્સ પ્રોગ્રામ્સ સંબંધિત માહિતી પાકિસ્તાની મહિલા ઈન્ટેલિજન્સ ઓપરેટિવ સાથે શેર કરી હતી.
    ચાર્જશીટ મુજબ, પાકિસ્તાની એજન્ટે સોશિયલ મીડિયા પર કુરુલકર સાથે જાેડાવા માટે અલગ-અલગ નામોથી નકલી એકાઉન્ટ બનાવ્યા હતા. આમાંથી બે નામ ઝારા દાસગુપ્તા અને જુહી અરોરા હતા.

    ખરેખર તો ઝારા દાસગુપ્તાના નામથી આઈડી બનાવીને પ્રદીપ સાથે જાેડાનાર પાકિસ્તાન એજન્ટે કહ્યું હતું કે તે બ્રિટનમાં સોફ્ટવેર એન્જિનિયર છે.
    આટલું જ નહીં ઝારાએ પ્રદીપ સાથે મિત્રતા કરી અને બ્રહ્મોસ લૉન્ચર, અગ્નિ મિસાઇલ લૉન્ચર અને મિલિટરી બિડિંગ સિસ્ટમ, ડ્રોન્સ, યુસીવી અને અન્ય વસ્તુઓ વિશે માહિતી માંગી હતી. જે બાદ પ્રદીપે આ બધી માહિતી એકઠી કરી અને પાકિસ્તાની એજન્ટને મોકલી આપી.
    આ સિવાય ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે પ્રદીપ ઝારાની સામે પોતાના કામ વિશે બડાઈ મારતો હતો. ૧૮૩૭ પાનાની આ ચાર્જશીટમાં સમાવિષ્ટ એક ચેટમાં જ્યારે પાકિસ્તાની એજન્ટોએ પૂછ્યું કે શું અગ્નિ-૬ લોન્ચરનું પરીક્ષણ સફળ રહ્યું છે, જેના જવાબમાં તેમણે કહ્યુંઃ “લૉન્ચર મારી ડિઝાઇન છે.

    તે એક મોટી સફળતા હતી. કુરુલકર અને પાકિસ્તાની એજન્ટો વચ્ચેની આ ચેટ સપ્ટેમ્બર ૨૦૨૨ અને ફેબ્રુઆરી ૨૦૨૩ વચ્ચેની છે.
    ઉલ્લેખનીય છે કે ડીઆરડીઓના વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકરને મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (છ્‌જી) દ્વારા ૩ મેના રોજ હની ટ્રેપના એક શંકાસ્પદ કેસમાં કથિત જાસૂસી અને પાકિસ્તાનના ગુપ્તચર કાર્યકર્તાઓ સાથે સંબંધના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. કુરુલકર ઘણા મોટા પ્રોજેક્ટ્‌સનો હિસ્સો રહ્યો છે, તે ગ્રાઉન્ડ સિસ્ટમ્સ અને તમામ મિસાઈલોની લોન્ચિંગમાં લોન્ચર તરીકે સામેલ રહી ચૂક્યો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Petrol Pump: ભારત 1 લાખ પેટ્રોલ પંપ નેટવર્કને પાર કરી ગયું, વિશ્વનું ત્રીજું સૌથી મોટું દેશ બન્યું

    December 25, 2025

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.