Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»પેટ્રોલ, ડીઝલ, કોલસા આધારિત ઊર્જાનો ઉપયોગ બંધ કરાશે મોરોક્કોએ વિશ્વનું સૌથી મોટુ સોલાર ફાર્મ બનાવ્યું
    India

    પેટ્રોલ, ડીઝલ, કોલસા આધારિત ઊર્જાનો ઉપયોગ બંધ કરાશે મોરોક્કોએ વિશ્વનું સૌથી મોટુ સોલાર ફાર્મ બનાવ્યું

    Shukhabar DeskBy Shukhabar DeskJune 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મોરોક્કોએ વિશ્વનું સૌથી મોટું સોલાર ફાર્મ બનાવ્યું છે. ભવિષ્યમાં તે રિન્યુએબલ એનર્જી દ્વારા જ વીજળી પેદા કરશે. તેની સાથે જ તે પેટ્રોલ, ડીઝલ અને કોલસા આધારિત ઉર્જાનો ઉપયોગ કરવાનું બંધ કરશે. આ સોલાર પાવર પ્લાન્ટ સૂર્યપ્રકાશ ન હોય ત્યારે પણ વીજળી આપશે.
    મોરોક્કો ઊર્જા ઉત્પાદન મામલે વિશ્વની સૌથી મોટી શક્તિ બનવા માંગે છે. મોરોક્કો રિન્યુએબલ એનર્જી માટે વિશ્વમાં પોતાનું નામ બનાવવા માંગે છે. આ સોલાર ફાર્મ વિશ્વ માટે જરૂરી મનાઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે તૈયાર છે. આ ફાર્મની મદદથી મોરોક્કોની જરૂરિયાતોની ૩૫% રિન્યૂએબલ એનર્જી જનરેટ થશે.
    આ પ્લાન્ટ સહરાના રણમાં ૩૦૦૦ એકર જમીન પર બનાવવામાં આવ્યો છે. આ પાવર પ્લાન્ટનું કદ ૩૫૦૦ ફૂટબોલ મેદાન જેટલું છે. આ સમગ્ર પ્રોજેક્ટમાંથી ૫૮૦ મેગાવોટ વીજળી ઉપલબ્ધ થશે. આ પ્રોજેક્ટનું નામ છે- ધ નૂર-ઓરઝાઝેટ કોમ્પ્લેક્સ.
    વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર, મોરોક્કો તેની ૯૭% ઊર્જા અન્ય દેશો પાસેથી ખરીદેલા કોલસા, પેટ્રોલ અને ડીઝલમાંથી ઉત્પન્ન કરે છે. સમગ્ર વિશ્વમાં જીવાશ્મ ઇંધણ સમાપ્ત થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં રિન્યુએબલ એનર્જીની તાંતી જરૂર છે.
    આ પ્રોજેક્ટથી ભવિષ્યમાં કોલસા, પેટ્રોલ અને ડીઝલની અછતને ટાળી શકાશે. એટલા માટે આ પ્રોજેક્ટ મોરોક્કો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોરોક્કન સરકાર આ પ્રોજેક્ટમાંથી ૪૨ ટકા જરૂરિયાતની એનર્જી પેદા કરવા માંગે છે. ૫૮૦ મેગાવોટ વીજળી દ્વારા ૭.૬૦ લાખ ટનથી વધુ કાર્બન ડાયોક્સાઇડ ગેસના ઉત્સર્જનની બચત થશે. એટલે કે પૃથ્વીને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે તે એક મોટું પગલું હશે. મોરોક્કોના ૨.૫ મિલિયન ટન ઓઈલ માટે અન્ય દેશો પર પણ ર્નિભરતા રહેશે.
    આ પ્લાન્ટ જૂની સોલાર પેનલથી અલગ છે. તે સીધા જ વીજળી ગ્રીડમાં પાવર ટ્રાન્સફર કરશે. સોલાર પેનલ્સ એક જગ્યાએ સૂર્યપ્રકાશ એકત્રિત કરે છે. આ ગરમી ઉત્પન્ન કરે છે. આ ગરમી પેનલની નીચે પાઇપમાં ભરેલા પ્રવાહી મીઠાને ગરમ કરે છે. આ પ્રવાહી મીઠું વરાળમાં ફેરવાય છે અને ટર્બાઇન તરફ જાય છે. વરાળનું દબાણ ટર્બાઇનને ચલાવે છે, જે વીજળી ઉત્પન્ન કરે છે. ગરમ મીઠાની હાજરીથી સૂર્યાસ્ત થયા પછી પણ વીજળી ઉત્પન્ન કરવાનું ચાલુ રાખે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Waterfalls near Varanasi:વારાણસીથી 100 કિમીની અંદરના પર્યટન સ્થળ

    July 1, 2025

    Sawan Mehndi Design:સાવન માટે 6 સુંદર અને સરળ અરબી મહેંદી ડિઝાઈન્સ

    July 1, 2025

    India-Ghana relations:પીએમ મોદી ઘાના મુલાકાત

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.