Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»પીઓકે અંગે ભારતના સંરક્ષણ મંત્રીનું મહત્વપૂર્ણ નિવેદન કોઈપણ કાર્યવાહી વીના પીઓકે ભારતમાં ભળી જશે ઃ રાજનાથ સિંહ
    India

    પીઓકે અંગે ભારતના સંરક્ષણ મંત્રીનું મહત્વપૂર્ણ નિવેદન કોઈપણ કાર્યવાહી વીના પીઓકે ભારતમાં ભળી જશે ઃ રાજનાથ સિંહ

    Shukhabar DeskBy Shukhabar DeskJune 26, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. રાજનાથ સિંહે કહ્યું કે, પીઓકેને ભારતમાં ભેળવી દેવાની માંગ થઈ રહી છે, જેમાં અમારે કંઈ જ કરવાની જરૂર નહીં પડે. જમ્મુમાં રાષ્ટ્રીય સુરક્ષા અંગેના સંમેલનમાં સંરક્ષણ મંત્રીએ આતંકવાદ અંગે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં ભારતે આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે.
    પીઓકેઅંગે રાજનાથસિંહે કહ્યું કે, ત્યાંનો લોકો જ ભારતમાં ભેળવવાની સતત માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં અમારે વધુ કશું કરવાની જરૂર નહીં પડે. જમ્મુમાં રાજનાથ સિંહે પાકિસ્તાન ઉપરાંત ચીન અંગે પણ નિવેદન આપતા કહ્યું કે, અમારી સેનાએ એલએસીપર ચીનને જાેરદાર જવાબ આપ્યો છે. પાકિસ્તાનની જમીન પરથી ફેલાતા આતંકવાદ અંગે રાજનાથ સિંહે કહ્યું કે, જ્યારે ૨૦૧૯માં પુલવામા હુમલો થયો, ત્યારે વડાપ્રધાન મોદીએ ૧૦ મિનિટની અંદર જ એક્શન લેવાનો ર્નિણય કર્યો, તે ઘટના બાદ જ ભારતીય સેનાએ સીમા પાર ઘૂસી આતંકવાદીઓનો ખાતમો કર્યો… રાજનાથે સ્પષ્ટ કહ્યું કે, જાે જરૂર પડશે તો ભારત સીમા પાર જઈને પણ દુશ્મનોનો ખાત્મો બોલાવી શકે છે.
    ઉલ્લેખનિય છે કે, છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકળામણે પાકિસ્તાનની કમર તોડી નાખી છે… તો રાજકીય મોરચે પણ પાકિસ્તાન કફોડી સ્થિતિ જાેવા મળી છે. આ તમામ બાબતો વચ્ચે પીઓકેમાં પણ પાકિસ્તાનની સત્તા વિરુદ્ધ પ્રદર્શનો થતા રહે છે. આ જ કારણે પીઓકેમોરચા પર ભારત સરકારની નજર રહેલી છે, ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે આપેલું નિવેદન ખુબ જ મહત્વનું બની જાય છે.
    રાજનાથ સિંહે પાકિસ્તાનની સાથે સાથે ચીન પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, સરહદ પર ચીન હંમેશા ધમપછાળા કરતું રહ્યું છે, પરંતુ ચીને ભારતીય જમીન પર કબજાે જમાવ્યો હોવાનો દાવો ખોટો છે. આપણી બહાદુર સેનાએ સરહદ પર ચીનના દરેક ઈરાદાને નિષ્ફળ બનાવ્યો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Petrol Pump: ભારત 1 લાખ પેટ્રોલ પંપ નેટવર્કને પાર કરી ગયું, વિશ્વનું ત્રીજું સૌથી મોટું દેશ બન્યું

    December 25, 2025

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.