Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»પાટણના સાંતલપુરમાં સૌથી વધુ ૬-૫ ઇંચ વરસાદ ગુજરાતમાં છેલ્લા ૧૨ કલાકમાં ૨૩૧ તાલુકામાં વરસાદ થયો
    Gujarat

    પાટણના સાંતલપુરમાં સૌથી વધુ ૬-૫ ઇંચ વરસાદ ગુજરાતમાં છેલ્લા ૧૨ કલાકમાં ૨૩૧ તાલુકામાં વરસાદ થયો

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 10, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ છે. હાલ વરસાદે રાજ્યભરમાં જમાવટ કરી છે. રાજ્યમાં હાલ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના પગલે સતત ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ પડી રહ્યો છે. તાજેતરના હવામાન વિભાગે હજું આગામી ૨૪ કલાક ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.
    ગુજરાતમાં અનરાધાર વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ૧૨ કલાકમાં ૨૩૧ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

    જેમાં સૌથી વધુ પાટણના સાંતલપુરમાં સૌથી વધુ ૬-૫ ઇંચ વરસાદ, રાજકોટના કોટડા સાંગાણીમાં છ ઇંચ વરસાદ ખાબકયો છે, જ્યારે કચ્છના અબડાસમા પાંચ ઇંચ વરસાદ, દ્વારકાના ખંભાળિયામાં પણ દે ધનાધન પાંચ ઇંચ વરસાદ, રાજકોટના ઉપલેટામાં પણ પાંચ ઇંચ, જુનાગઢના વંથલીમાં ચાર ઇંચ વરસાદ, રાજકોટના ગોંડલમાં ૩.૫ ઇંચ વરસાદ નોંધાયો છે.

    સવારથી જ પાટણ વિસ્તારમાં મેઘમહેર જાેવા મળી રહી છે. પાટણના સાંતલપુરમાં સ્થિતિ વધુ ખરાબ જાેવા મળી રહી છે. સાંતલપુર તાલુકામાં વહેલી સવારથી મેઘમહેર થતા જળબંબાકારની સ્થિતિ જાેવા મળી રહી છે. સમગ્ર તાલુકામાં સાવર્ત્રિક વરસાદ પડી રહ્યો છે. સાંતલપુરમાં છેલ્લા ૬ કલાકમાં ૬ ઇંચ વરસાદ ખાબકતા જ્યા જુઓ ત્યા પાણી જ પાણી જાેવા મળી રહ્યું છે. જાે હજુ લાંબો સમય વરસાદ યથાવત રહેશે તો સ્થિતિ વણસી શકે છે.
    ભારે વરસાદથી નીચાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વારાહી પંથકમાં નીચાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વારાહીના કાદીસરા તળાવ વિસ્તારમાં પાણી ભરાયા છે. તળાવનું પાણી બેક મારતા લોકોના ઘરો સુધી પાણી પહોચ્ચું છે. હજુ પણ ધીમીધારે અવિરત વરસાદ યથાવત છે. રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં

    વરસાદ પડ્યો છે. સવારથી લઈને અત્યાર સુધીમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. હજી પણ રાત સુધીમાં ભારે વરસાદ પડે તેવું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. તો બીજી તરફ જિલ્લામાં સૌથી વધુ ગોંડલ તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગોંડલ તાલુકાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તો ગોંડલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગોંડલના અલગ અલગ પુલોમાં ત્રણથી ચાર ફૂટ સુધી પાણી ભરાયા છે. ગોંડલ તાલુકાના કોલીથડ, બિલિયાળા, ભુણાવા, ભરૂડી, શાપર વેરાવળ, સડકપીપળીયા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
    દ્વારકા જિલ્લા મથક ખંભાળીયામાં આજે સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. દ્વારકા જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ખંભાળિયા શહેરમાં છેલ્લા ૪ કલાકમાં ખાબકેલા ૫ ઇંચ વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખંભાળીયામાં છેલ્લા ૪ કલાકમાં ૧૨૩ એમએમ વરસાદ નોંધાયો છે. ખંભાળિયા શહેરને જાેડતા તમામ મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.