Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»પાકિસ્તાની મહિલાનો પબજી પાર્ટનર સાથે પ્રેમ પ્રેમીને પામવા બાળકો સાથે ભારત આવેલી પાક. મહિલા ઝડપાઈ
    India

    પાકિસ્તાની મહિલાનો પબજી પાર્ટનર સાથે પ્રેમ પ્રેમીને પામવા બાળકો સાથે ભારત આવેલી પાક. મહિલા ઝડપાઈ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 4, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પબજીપાર્ટનરના પ્રેમ માટે ધર્મ અને ત્રણ દેશોની સીમાઓ ઓળંગીને ચાર બાળકો સાથે પાકિસ્તાનથી ગ્રેટર નોઈડાના રબુપુરા પહોંચેલી પાકિસ્તાની મહિલા સીમા હૈદર આખરે પોલીસના હાથે ઝડપાઈ ગઈ. યુપી એટીએસે ગઈકાલે મથુરાના યમુનાપારના પાની ગામમાંથી મહિલાને તેના ચાર બાળકો અને તેના કથિત પ્રેમી સાથે પકડી પાડ્યો હતો. એટીએસ અને આઈબી સહિતની તમામ એજન્સીઓ પાકિસ્તાની મહિલા અને તેના ભારતીય પ્રેમીથી પૂછપરછ કરી રહી છે.

    સીમા અને સચિન એકબીજાથી વર્ષ ૨૦૨૦માં ઓનલાઈન ગેમના માધ્યમથી મળ્યા હતા. તે હિન્દુ મહિલાઓની જેમ સાડી, સિંદૂર અને મંગળસૂત્ર પહેરીને પોતાની અસલી ઓળખ છુપાવીને દોઢ મહિનાથી રાબુપુરામાં રહેતી હતી. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એ વાતની તપાસ કરી રહી છે કે મહિલા પ્રેમ પ્રકરણના કારણે તેના પ્રેમીને મળવા ભારત આવી હતી કે પછી તે જાસૂસી કરવા માટે આવી હતી. હાલ આ અંગે વધુ માહિતી મળી નથી. મહિલાના મોબાઈલની કોલ ડિટેઈલની તપાસ કરવામાં આવી રહી છે. ભારતમાં રોકાવવા દરમિયાન મહિલાએ કોનો સંપર્ક કર્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. તેના મોબાઈલમાંથી કેટલાક રહસ્યો બહાર આવવાની શક્યતા છે.

    પાકિસ્તાની મહિલા સીમા ગુલામ હૈદર રાબુપુરા શહેરમાં આંબેડકર વિસ્તારના રહેવાસી સચિન સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. પડોશીઓએ જણાવ્યું કે સીમા અહીં હિંદુ મહિલાઓની જેમ રહેતી હતી, તેનો ડ્રેસ પણ હિંદુ મહિલાઓ જેવો હતો. તે સાડી, સિંદૂર અને મંગળસૂત્ર પહેરતી હતી, જેથી તેને કોઈ ઓળખી ન શકે. હિંદુ રીતિ-રિવાજમાં રહેતા હોવા છતાં તેણે ગુપ્ત રીતે ઈદનો તહેવાર મનાવ્યો હતો, પરંતુ જ્યાર

    મામલો ઉગ્ર બન્યો ત્યારે લોકોને મહિલા વિશે ખબર પડી હતી.
    પરિવારના સભ્યોના ડરથી સચિને પાકિસ્તાની મહિલા સીમાને રાબુપુરાના આંબેડકર વિસ્તારમાં ભાડે રૂમ લઈને આપ હતી, જ્યારે સચિનનું ઘર તે જ વિસ્તારમાં છે, પરંતુ તેણે સીમાને તેના ઘરે ન રાખી. ૧ જુલાઈના રોજ, સચિન અને સીમાને અચાનક એવો સંકેત મળ્યો કે પોલીસને તેમના વિશે કંઈક ખબર પડી છે. ત્યાર બાદ સચિન અને સીમા ઉતાવળમાં ઘરેથી ભાગી ગયા હતા. સચિને મકાનમાલિકને ખોટું કહ્યું કે તે એક અઠવાડિયા માટે બહારગામ જઈ રહ્યો છે.

    જેવા તે ઘરની બહાર નીકળ્યા, થોડીવાર પછી પોલીસ મકાન માલિકના ઘરે પહોંચી અને સચિન અને સીમા વિશે પૂછપરછ શરૂ કરી હતી. આ પછી ઘણી મહેનત અને શોધખોળ બાદ પોલીસે સચિન અને સીમાને કસ્ટડીમાં લીધા હતા. પરિવારના સભ્યોએ પોતાને સચિનથી દૂર કરી દીધા છે. સંબંધીઓ કહે છે કે તે લાંબા સમયથી તેમની પાસે આવ્યો ન હતો.

    પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે સીમા હૈદર પાકિસ્તાનના કરાચીની રહેવાસી છે. સીમાનો પતિ ગુલામ રઝા દુબઈમાં નોકરી કરે છે. ભારત આવતા પહેલા તે પાકિસ્તાનથી તેના પુત્રો ફરહાન, ફરવા, ફરાહ, ફરિહા સાથે દુબઈ પહોંચી હતી. બાળકોની ઉંમર ચારથી સાત વર્ષની વચ્ચે છે. આ પછી તે ૧૧ મેના રોજ પ્લેનમાં ટુરિસ્ટ વિઝા પર નેપાળ આવી હતી અને અહીંથી દિલ્હીથી યમુના એક્સપ્રેસ વે થઈને ૧૩ મેના રોજ રાબુપુરા નજીક ફલૈદા કટ પહોંચી હતી, જ્યાં સચિન તેની રાહ જાેઈ રહ્યો હતો.

    ગ્રેટર નોઈડાના એડીસીપી અશોક કુમારે જણાવ્યું કે પાકિસ્તાની મહિલા સીમા ગુલામ હૈદર, તેના બાળક અને કથિત પ્રેમીની પૂછપરછ કરવામાં આવી રહી છે. પાકિસ્તાની મહિલા ઓનલાઈન ગેમ પબજીદ્વારા રાબુપુરાના રહેવાસી સચિનના સંપર્કમાં આવી હતી. પોલીસની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે મહિલા નેપાળ થઈને તેના ચાર બાળકો સાથે રાબુપુરા સચિન ખાતે રહેવા આવી હતી. તે ૧૩ મેના રોજ નેપાળ થઈને બસ દ્વારા દિલ્હી પહોંચી હતી અને અહીંથી રાબુપુરા વિસ્તારના ગામ ફલૈદા કટ ખાતે યમુના એક્સપ્રેસ વે પર ઉતરી હતી. અહીંથી સચિન તેમને રાબુપુરા સ્થિત આંબેડકર નગર વિસ્તારમાં ભાડાના મકાનમાં લઈ ગયો અને બંને અહીં લગભગ ૫૦ દિવસ સુધી પતિ-પત્ની તરીકે રહેતા હતા.

     

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Jammu Police દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર, લોકોને સતર્ક રહેવાની અપીલ

    May 10, 2025

    Indian Army Press Conference: કર્નલ સોફિયાએ MEA પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- PAK દ્વારા કરવામાં આવેલા બધા હુમલા નિષ્ફળ ગયા

    May 10, 2025

    PIB fact check: પાકિસ્તાને ભારતીય પાયલટને પકડ્યો? ફાઈટર જેટ ક્રેશ થયો? PAКના 3 દાવાઓ, PIB ફેક્ટ ચેક દ્વારા પોલ ખોલી

    May 10, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.