Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»પરસ્પર સહમતિતી શારીરિક સબંધની વય ૧૮ વર્ષ છે સહમતિ સાથે સબંધની વય મર્યાદા ઘટાડવા માટે હાઈકોર્ટની અપીલ
    India

    પરસ્પર સહમતિતી શારીરિક સબંધની વય ૧૮ વર્ષ છે સહમતિ સાથે સબંધની વય મર્યાદા ઘટાડવા માટે હાઈકોર્ટની અપીલ

    Shukhabar DeskBy Shukhabar DeskJune 30, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દેશમાં પરસ્પર સહમતિથી સંબંધ વવાની કાબનાયદેર ઉંમર સ૧૮ વર્ષ છે, પરંતુ આ વચ્ચે ગ્વાલિયર હાઈકોર્ટ દ્વારા તેને ઘટાડવા માટે કેન્દ્ર સરકારને અપીલ કરવામાં આવી છે. ગ્વાલિયર હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પરસ્પર સહમતિ માટેની ઉંમર ૧૮ વર્ષથી ઘટાડીને ૧૬ વર્ષ કરવાની અપીલ કરી છે. હાઈકોર્ટ દ્વારા એવી દલીલ કરવામાં આવી છે કે ઈન્ટરનેટના યુગમાં યુવક-યુવતીઓ ઝડપથી યુવાન થઈ રહ્યા છે અને એકબીજા પ્રત્યે આકર્ષાઈને પરસ્પર સંમતિથી સંબંધ બાંધી રહ્યા છે, પરંતુ જ્યારે આ માહિતી બહાર આવે છે ત્યારે યુવક-યુવતીઓ દોષિત ઠરે છે. આવા કેસમાં યુવકને આરોપી ગણી શકાય નહીં. હાઈકોર્ટે કહ્યું છે કે ડિસેમ્બર ૨૦૧૨માં ર્નિભયાની ઘટના બાદ જાતીય સતામણી કાયદાને વધુ કડક બનાવવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત આઈપીસીની કલમ ૩૭૫(૬)ને બદલીને સહમતિથી સંબંધની ઉંમર ૧૬ વર્ષથી વધારીને ૧૮ વર્ષ કરવામાં આવી હતી, પરંતુ આ પછી ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે,

    જેમાં પરસ્પર સહમતિથી સંબંધ બાંધ્યા બાદ પણ છોકરાઓને આરોપી બનાવીને કાર્યવાહી કરવામાં આવી હતી. આ અપીલ હાઇકોર્ટના જસ્ટિસ દીપક અગ્રવાલે એક વિદ્યાર્થી સાથે બળાત્કારના આરોપમાં જેલમાં બંધ કોચિંગ ડિરેક્ટર રાહુલની અરજી પર સુનાવણી કર્યા બાદ કરી છે. આરોપી રાહુલે બળાત્કારની એફઆઈઆર રદ કરવા માટે અરજી કરી છે. આ કેસમાં કથિત બળાત્કારના કારણે સગીર પીડિતા ગર્ભવતી બની હતી અને તેના પિતાએ હાઈકોર્ટ પાસે ગર્ભપાતની પરવાનગી માંગી હતી. જે બાદ કોર્ટે સપ્ટેમ્બર ૨૦૨૦માં ગર્ભપાતની પરવાનગી આપી હતી. રાહુલ જુલાઈ ૨૦૨૦થી જેલમાં છે.

    સુનાવણી કરતા જસ્ટિસ દીપક અગ્રવાલે કહ્યું કે ઈન્ટરનેટના કારણે આજકાલ છોકરા-છોકરીઓ ૧૪-૧૫ વર્ષની ઉંમર પહેલા જ યુવાન થઈ રહ્યા છે. જેના કારણે છોકરા-છોકરીઓ એકબીજા તરફ આકર્ષાય છે અને પરસ્પર સંમતિથી સંબંધ બાંધે છે. આ માત્ર ઉંમરની વાત છે કે રાહુલ યુવતીના સંપર્કમાં આવ્યો અને તેની સાથે સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યો. કાયદા ઘડનારાઓએ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને સંબંધ બાંધવાની ઉંમર ફરી એકવાર ૧૬ વર્ષ કરી દેવી જાેઈએ. આજના સમયમાં મોટા ભાગના કિસ્સામાં યુવતીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોવાનું જાણવા મળે છે, આવી સ્થિતિમાં કિશોરો અને યુવકો સાથે અન્યાય થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે ફરી એકવાર પરસ્પર સહમતિથી સંબંધ બનાવવાની ઉંમર પર વિચાર કરવો જાેઈએ અને તેને ૧૮ વર્ષથી ઘટાડીને ૧૬ વર્ષ કરવી જાેઈએ જેથી કોઈની સાથે અન્યાય ન થાય.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.