ટીવી એક્ટ્રેસ દલજીત કૌરે થોડા મહિના પહેલા જ યુકેના બિઝનેસમેન નિખિલ પટેલ સાથે બીજા લગ્ન કર્યા હતા. લગ્ન બાદ દલજીત કેન્યા શિફટ થઈ હતી. દલજીત કૌરનો એક દીકરો છે અને તેનું નામ જેડન છે. લગ્ન પછી પહેલીવાર દલજીત કેન્યાથી ભારત આવી છે. તે દીકરા જેડન સાથે મુંબઈ એરપોર્ટ પર જાેવા મળી હતી. દલજીતે મુંબઈ એરપોર્ટ પર ઉતરીને મીડિયાના ફોટોગ્રાફર્સ સાથે મુલાકાત કરી હતી. દલજીતને એરપોર્ટ પર લેવા માટે તેની ફ્રેન્ડ વર્તિકા આવી હતી. દલજીત કૌર મુંબઈ એરપોર્ટ પર કેઝ્યુઅલ લૂકમાં જાેવા મળી હતી. તેની સાથે દીકરો જેડન પણ હતો. જેડનની સ્કૂલમાં સમર વેકેશન શરૂ થતાં દલજીત ભારત આવી છે.
જ્યારે તેનો પતિ નિખિલ પટેલ દીકરી સાથે લંડન ગયો છે. અહીં નિખિલના માતાપિતા રહે છે. બાળકોનું સમર વેકેશન શરૂ થતાં પતિ-પત્ની બંને પોતાના બાળકો સાથે નીકળી પડ્યા છે. જણાવી દઈએ કે, નિખિલ પટેલને પહેલા લગ્ન થકી બે દીકરીઓ છે જેમાંથી એક તેની સાથે રહે છે. દલજીત કૌરે નિખિલ સાથે ચાર મહિના પહેલા લગ્ન કર્યા હતા. દલજીત કૌરે પહેલા લગ્ન ટીવી એક્ટર શાલીન ભાનોત સાથે કર્યા હતા. શાલીન અને દલજીતે ૨૦૦૯માં લગ્ન કર્યા હતા. જાેકે, ૨૦૧૫માં બંનેએ ડિવોર્સ લીધા હતા. એ વખતે દલજીતે શાલીન પર ઘરેલુ હિંસા સહિતના ગંભીર આક્ષેપ કર્યા હતા.
હાલ દલજીત શાલીન સાથેની કડવાશ ભૂલાવીને જિંદગીમાં આગળ વધી ગઈ છે. દલજીતે દીકરા માટે થઈને શાલીન સાથે ખાલી બોલવાનો સંબંધ રાખ્યો છે. દલજીત કૌર લગ્ન પછી પોતાની યૂટ્યૂબ ચેનલ પર ખૂબ એક્ટિવ રહે છે. ઉપરાંત મુંબઈમાં તે કામના સંદર્ભે આવી છે. થોડા સમય પહેલા જ તેણે ખુલાસો કર્યો હતો કે, કેટલાક પ્રોજેક્ટના શૂટિંગ માટે તે મુંબઈ આવવાની છે. દલજીતે લગ્ન પહેલા જ ખુલાસો કર્યો હતો કે, તે કામના સંદર્ભે મુંબઈ આવતી-જતી રહેશે અને લગ્ન પછી પણ કામ ચાલુ જ રાખશે.