નવસારીના ચીખલીમાં આખલાઓએ દુકાનમાં ઘૂસીને આતંક મચાવ્યો હતો. રખડતા આખલા દુકાનમાં ઘૂસી જતાં અફરાતફરી મચી હતી. આખલા ચીખલી બજારમાં આવેલી એક દુકાનની અંદર થઇ ઘરમાં ઘુસી ગયા હતા. ત્રણ આખલા લડતાં લડતાં રસોડા સુધી પહોંચી જતાં પરિવારનો જીવ તાળવે ચોંટ્યા હતા. સદનસીબે આ આખલાઓની હડફેટે કોઈ વ્યક્તિ ચડ્યો ન હતો.
આ સાથે જ રખડતાં ઢોર મામલે યોગ્ય કાર્યવાહી કરવા માગ કરાઈ છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં રખડતાં ઢોરોનો આતંક વધ્યો છે. ચીખલીમાં રખડતા આખલા મકાનમાં ઘૂસી જતા અફરાતફરી મચી હતી. ચીખલી બજારમાં રખડતાં ઢોરના કારણે અનેક વેપારી અને સ્થાનિકોને હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. ચીખલી બજારમાં આવેલા એક ઘરમાં ત્રણ આંખના રસોડા સુધી લડતાં-લડતાં પહોંચી જતાં મહિલા ગભરાઈ ગઇ હતી.