Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»દેશની આર્થિક રાજધાની મુંબઈની સિદ્ધિમાં એક નવો ઉમેરો વિશ્વના મનપસંદ એરપોર્ટની યાદીમાં મુંબઈ ચોથા ક્રમાંકે
    India

    દેશની આર્થિક રાજધાની મુંબઈની સિદ્ધિમાં એક નવો ઉમેરો વિશ્વના મનપસંદ એરપોર્ટની યાદીમાં મુંબઈ ચોથા ક્રમાંકે

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 14, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દેશની આર્થિક રાજધાની મુંબઈની સિદ્ધિમાં એક નવા ઉમેરા રૂપે તાજેતરમાં દુનિયાના ટોચના મનપસંદ એરપોર્ટની યાદીમાં મુંબઈ એરપોર્ટને ચોથું સ્થાન મળ્યું છે. છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (સીએસએમઆઈએ) એ ઈન્ટરનેશનલ એરપોર્ટ્‌સની પ્રતિષ્ઠિત યાદીમાં ચોથું સ્થાન એક અગ્રણી ટ્રાવેલ મેગેઝિનનાં સર્વેમાં મળ્યો છે. વિશ્વના અગ્રણી ટ્રાવેલ અને ટુરીઝમ મેગેઝિન (ટ્રાવેલ લેઝર)ને તાજેતરમાં વાચકોના અભિપ્રાયના આધારે ૧૦ મનપસંદ એરપોર્ટની યાદી બહાર પાડી છે, જેમાં મુંબઈ એરપોર્ટ (સીએસએમઆઈએ)ને ચોથું સ્થાન મળ્યું છે.

    અલબત્ત, આનો અર્થ એ થયો કે મુંબઈ એરપોર્ટ વિશ્વના તમામ એરપોર્ટમાં ચોથું સૌથી વધુ પસંદગીનું એરપોર્ટ છે. મુંબઈ એરપોર્ટ એકમાત્ર ભારતીય એરપોર્ટ છે જેણે આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિ હવાઈ પ્રવાસીઓને વિશ્વ કક્ષાની સુવિધા પૂરી પાડવાની સાથે શ્રેષ્ઠ મુસાફરીનો અનુભવ પ્રદાન કરવાની સીએસએમઆઈએપ્રતિબદ્ધ છે.તાજેતરના સમયમાં, આંતરરાષ્ટ્રીય હવાઈમથકો ટ્રાન્ઝિટ કેન્દ્રોથી ગંતવ્ય સ્થાનો સુધી વિકસિત થયા છે. આમાં સીએસએમઆઈએશોપિંગ, ખાદ્યપદાર્થો અને મનોરંજનના વિકલ્પ સહિત તમામ સુવિધાઓ સાથે તેની સેવાઓ પૂરી પાડે છે. આ ઉપરાંત સીએસએમઆઈએભારતીય સંસ્કૃતિને પણ ભવ્ય રીતે પ્રદર્શિત કરે છે. એરપોર્ટ હવે ટ્રાવેલર્સ હાર્બરની સુવિધા પણ આપી રહ્યું છે.

    દર વર્ષે, આ સર્વેક્ષણ માટે ટ્રાવેલ લેઝરવિશ્વભરના તેના વાચકોને તેમના પ્રવાસના અનુભવો, ટોચની હોટેલ્સ, રિસોર્ટ્‌સ, શહેરો, ટાપુઓ, ક્રૂઝ, સ્પા, એરલાઇન્સ અને વધુ વિશે તેમના વિચારો શેર કરવા કહે છે. આ વર્ષે લગભગ ૬૫,૦૦૦ ટી એલવાચકોએ સર્વેમાં ભાગ લીધો હતો. કોરોના પહેલા થયેલા સર્વેની સરખામણીમાં ૨૫ ટકાનો વધારો થયો છે.

    ૮૦૦૦થી વધુ મિલકત (હોટલો, શહેરો, રિસોર્ટ્‌સ, ક્રુઝપ) પરના સર્વે માટે કુલ ૬૮૫,૦૦૦ થી વધુ મત મળ્યા હતા.ટ્રાવેલ લેઝરની યાદીમાં ચોથા ક્રમે આવવા અંગે સીએસએમઆઈએએ તેની પ્રતિક્રિયામાં કહ્યું હતું કે અમે આ માન્યતા માટે અત્યંત સન્માનિત અને આભારી છીએ. આ માત્ર સીએસએમઆઈએમાટે પ્રસંશા નથી, પણ અમારી ટીમોની મહેનત અને સમર્પણનું પરિણામ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.