ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરીના રેકેટની તપાસમાં ખુલાસો થયો છે કે હાલમાં દુબઈમાં રહેતા શહેરના દાણચોરો દ્વારા ગુપ્ત કામગીરી ચલાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ઓપરેશન ગોલ્ડમાઈનના ભાગરૂપે, ડ્ઢઇૈંએ ૭ જુલાઈના રોજ સુરત એરપોર્ટ પરથી રૂ. ૨૫ કરોડની કિંમતનું ૪૮ કિલો સોનું જપ્ત કર્યું હતું અને શહેર પોલીસના સબ ઈન્સ્પેક્ટર સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી.
પકડાયેલા આરોપીઓની ભૂમિકાની તપાસ કરતી વખતે ડીઆરઆઈને જાણવા મળ્યું કે ગોલ્ડ કેરિયર સુરત એરપોર્ટ પર સોનાના પેકેટો પહોંચાડવાના હતા અને રેકેટ વિશે અજાણ હતા. જાે કે, ચારેય પાસેથી એકત્રિત કરવામાં આવેલી ચોક્કસ માહિતી અને વિગતોના આધારે, ડીઆરઆઈને કેટલાક મુખ્ય દાણચોરોની સંડોવણી હોવાની શંકા છે જેઓ દુબઈથી આ રેકેટ ચલાવી રહ્યા છે તેવી એજન્સીના સૂત્રોએ માહિતી આપી હતી. ડીઆરઆઈ અધિકારીઓએ વ્યક્તિઓની ઓળખ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તપાસ ચાલી રહી છે.
ડીઆરઆઈના સૂત્રોએ દાવો કર્યો હતો કે શંકાસ્પદ વ્યક્તિઓ અગાઉ શહેરમાં સોનાના ગેરકાયદે વેપારમાં સંડોવાયેલા હતા પરંતુ દાણચોરી વધતા હોવાનું જાણવા મળતાં તેઓ દુબઈ શિફ્ટ થઈ ગયા હતા. જ્યારે ડીઆરઆઈ હજુ પણ એવા ગ્રાહકોને ઓળખવાની પ્રક્રિયામાં છે જેમને સોનાની ડિલિવરી મળવાની હતી. ટીમોએ મંગળવારે ધરપકડ કરાયેલા આરોપીઓના રહેઠાણ અને કાર્યસ્થળો સહિત શહેરમાં કેટલાક સ્થળોએ તપાસ કરી હતી.
ડીઆરઆઈએ બુંદેલવાડ બરાનપુરી ભાગલના રહેવાસી મોહમ્મદ સાકીબ મુસ્તાક અહમદ આતશબાજીવાલા (૩૫), અડાજણ પાટિયા આશિયાના ફ્લેટ્સમાં રહેતા ઉવેશ ઈમ્તિયાઝ શેખ (૩૧), રાણી તલાવ સ્થિત પારશી શેરની યાસીર ઈલ્યાસ શેખ (૩૫) અને પરાગ દવે જ્યારે ઈમિગ્રેશન ઈન્સ્પેક્ટરની કથિત સંડોવણી માટે ધરપકડ કરી હતી. એરપોર્ટના વોશરૂમમાંથી ૪૩. ૫ કિલોગ્રામ સોનાની પેસ્ટના કુલ ૨૦ પેકેટ પાંચ બેલ્ટમાં પેક કરવામાં આવ્યા હતા અને તેને આરોપીઓએ ત્યાં છોડી દીધા હતા. વૉશરૂમમાંથી લગભગ ૪. ૬૭ કિલો સોનાનું બીજું પેકેટ પણ મળી આવ્યું હતું. આરોપી શારજાહ ફ્લાઇટ મારફતે શહેરના એરપોર્ટ પર ઉતર્યા હતા. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.