Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»જયા બચ્ચને બિગ બીની સામે રેખાને મારી હતી થપ્પડ! આજે પણ રેખા-જયા બચ્ચન વચ્ચે બોલવાના સંબંધ નથી
    Entertainment

    જયા બચ્ચને બિગ બીની સામે રેખાને મારી હતી થપ્પડ! આજે પણ રેખા-જયા બચ્ચન વચ્ચે બોલવાના સંબંધ નથી

    Shukhabar DeskBy Shukhabar DeskJune 29, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ેખા, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન જ્યારે પણ ફિલ્મ સ્ટાર્સના અફેર અથવા પ્રેમ કહાણીની વાત કરવામાં આવે છે, ત્યારે આ ત્રણ સેલેબ્સના નામ ચોક્કસથી સાથે લેવામાં આવે છે. આ ત્રણેના સંબંધો, અફેર અને ઝઘડાની ખૂબ ચર્ચા થઈ હતી. એકસમયે અમિતાભ બચ્ચન રેખા સાથે રિલેશનશિપમાં હતા પરંતુ બાદમાં તેમણે લગ્ન જયા બચ્ચન સાથે કર્યા હતા. પરંતુ કહેવાય છે કે, લગ્ન બાદ પણ અમિતાભ અને રેખા વચ્ચે વાતચીત થતી રહેતી હતી. બંને ફિલ્મનું કારણ ધરી સેટ પર ઘણો સમય સાથે પસાર કરતાં હતા. એકવાર કંઈક એવું થયું હતું કે, જયા બચ્ચને રેખાને લાફો મારી દીધો હતો. ત્યાં હાજર અમિતાભ પણ આ જાેતા રહી ગયા હતા.
    ઘટના ૧૯૮૦માં આવેલી ફિલ્મ ‘રામ બલરામ’ના સેટ પર બની હતી. તેના થોડા વર્ષ પહેલા એટલે કે ૧૯૭૩માં જયા અને અમિતાભના લગ્ન થઈ ચૂક્યા હતા. અમિતાભ અને રેખાને એકબીજાથી દૂર રાખવા માટે જયા ઘણા પ્રયાસ કરતાં હતા. પરંતુ ફિલ્મ પ્રોડ્યૂસર અને ડિરેક્ટર્સ હંમેશા આ જાેડીને કાસ્ટ કરવા માગચા હતા. પ્રોડ્યૂસર ટીટો ટોની એક ફિલ્મમાં રેખા અને અમિતાભને કાસ્ટ કરવા માગતા હતા, જેનું નામ હતું ‘રામ બલરામ’.
    જયા બચ્ચને પ્રોડ્યૂસરને ફિલ્મમાં અમિતાભ બચ્ચનની ઓપોઝિટમાં જીનત અમાનને કાસ્ટ કરવા માટે કહ્યું હતું. જ્યારે રેખાને જાણ થઈ કે, તેમને ફિલ્મમાં રિપ્લેસ કરવામાં આવી રહ્યા છે ત્યારે તેમણે ટીટો ટોનીના બદલે ડિરેક્ટર વિજય આનંદ સાથે વાત કરી હતી. રેખાએ તેમને ફિલ્માં બિગની બીની ઓપોઝિટમાં હીરોઈન તેઓ જ હશે તે વાત માટે મનાવી લીધા હતા.
    તે સમયે રેખાની ગણતરી બોલિવુડની ટોપ એક્ટ્રેસિસમાં થતી હતી. વિજય આનંદ તેમની વાતને કેવી રીતે ટાળે? રિપોર્ટ્‌સ પ્રમાણે, બાદમાં રેખાએ પ્રોડ્યૂસર ટીટો ટોનીને મનાવવા માટે એવી ઓફર આવી કે તેઓ ઈનકાર કરી શક્યા નહીં. તેઓ આ ફિલ્મમાં ફ્રીમાં કામ કરવા માટે તૈયાર થઈ ગયા હતા. ‘રામ બલરામ’નું શૂટિંગ રેખા અને અમિતાભ બચ્ચન સાથે શરૂ થયું હતું. આ વાતની જાણ થતાં જયા બચ્ચન એક દિવસ અચાનક સેટ પર પહોંચી ગયા હતા.
    કહેવાય છે કે, સેટ પર અમિતાભ અને રેખાને વાત કરતા જાેઈ જયા બચ્ચન ગુસ્સે થઈ હતા. તેમણે બધા સાથે રેખાને થપ્પડ મારી હતી. સેટ પર હાજર સૌને આંચકો લાગ્યો હતો. બિગ બીના પણ હોશ ઉડી ગયા હતા અને તેઓ ગુસ્સામાં ત્યાંથી જતા રહ્યા હતા. જાે કે, બાદમાં બધું ઠીક થઈ ગયું હતું. રેખા અને જયા હજી પણ એકબીજા સામે આવવામાં ખચકાટ અનુભવે છે, પરંતુ એકબીજાનું સન્માન પણ કરે છે. રેખા જયાને પ્રેમથી ‘દીદી ભાઈ’ કહીને બોલાવે છે. તો જયા પણ અમિતાભ સાથે સુખી લગ્નજીવન જીવી રહ્યા છે. હાલમાં જ બંનેએ ૫૦મી વેડિંગ એનિવર્સરી સેેલિબ્રેટ કરી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Shweta Tiwari : શ્વેતા તિવારીએ પલકને બચાવવા માટે રાજા ચૌધરી સાથે કરી હતી ખાસ ડીલ

    June 30, 2025

    Ram Kapoor વિરુદ્ધ કાર્યવાહી: અપશબ્દ અને યૌન ટિપ્પણીઓનો વિવાદ

    June 24, 2025

    Sohail Khan and Seema Sajdeh Divorce: સોહેલ ખાન અને સીમા સજદેહના છૂટાછેડા કેમ થયા?

    June 24, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.