આપણા ભારતવર્ષમાં વેદની અંદર જેમ ગાયને માતા તરીકે પુજ્ય મનાય છે તેમ ગાયનાં છાણ-ગૌમૂત્રની પણ આયુર્વેદમાં મહત્વતા દર્શાવાઇ છે. ભારતમાં ગાયનાં છાણ-ગૌમૂત્રનો ઔષધિય દવા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. ગાયનું દૂધ પ્રોટીનથી ભરપૂર હોય છે જે માનવશરીરની રોગપ્રતિકારકને મજબૂત બનાવી અનેક ચેપી રોગોના સંક્રમણથી બચાવે છે. આમ, ગાય આપણને અનેક રીતે ઉપયોગી છે તેમ છતાં આપણે શહેરી વિસ્તારમાં ઘણી જગ્યાઓએ ગાયોને રસ્તામાં અડફેટાતી અને તરછોડાયેલી-બિમાર હાલતમાં જોવા મળે છે.હા, અહીં આપણે વાત કરીએ છીએ એવી દંપતીની કે જેઓ બિમાર અને તરછોડાયેલી ગાયોની સાચવણી કરીને તેની સેવા કરે છે. અત્યારે આ દંપતી પાસે ૧૮ જેટલી ગાયો છે જે તેમણે શહેરમાં રખડતી-બીમાર અને તરછોડાયેલી હાલતમાંથી લાવીને એની બનતી દરેક પ્રકારની સેવા કરીને તેની પ્રેમથી સાચવણી કરે છે.
વાત છે વર્ષ ૨૦૦૬ થી વડોદરામાં સ્થાયી થયેલા અને મૂળે ઉત્તર પ્રદેશના વતની એવા મનોજસિંઘ યાદવની અને તેમનાં પત્ની મૂળે ગુજરાતી. મનોજસિંઘ યાદવ પહેલેથી દેશી ગાયનું દૂધ નિયમિતપણે સેવન કરતા હતા. વડોદરામાં સ્થાયી થયા બાદ તેમણે દેશી ગાયનું દૂધ મેળવવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેઓને શહેરમાં તરછોડાયેલી હાલતમાં રખડતી-બીમાર ગાયો જોવા મળી તેથી તેમણે બન્નેએ મળીને બિમાર અને તરછોડાયેલી ગાયોની સાચવણી કરીને તેની સેવા કરવાનું નક્કી કર્યું.વર્ષ ૨૦૧૭ થી મનોજસિંઘ યાદવ અને એમના પત્ની શ્રુતિ સિંઘે બીમાર અને તરછોડાયેલી ગાયો લાવીને તેની સારવાર સહિત તમામ ખર્ચ કરી તેમની સેવા કરવાનું શરૂ કર્યું. અત્યારે આ દંપતી પાસે તબેલામાં ધીમે-ધીમે ૧૮ જેટલી ગાયો થઇ ગઇ છે. આ ગાયો અમારો પરિવાર છે અમે ગાયોના ખર્ચને પહોંચી વળવા શહેરની બહાર પડેલી બિનફળદ્રુપ જમીન ભાડે લઇને તેમાં ગાયો માટેના ચારાની વ્યવસ્થા કરી અને ખાતર તરીકે ગાયનાં જ છાણ-મૂત્રનો જ કુદરતી ખાતર તરીકે ઉપયોગ કર્યો તેમજ ગાયના દૂધમાંથી ઘી અને મીઠાઇઓ બનાવીને વેચી એમ શ્રુતિ સિંઘે જણાવ્યું હતું.
છેલ્લાં ૩ વર્ષથી ગણેશ ચતુર્થી નિમિતે અમે પોતે જ ગાયના છાણ, ગૌમૂત્ર, ઘી, માટી અને દહીં વડે પંચગવ્ય ગણપતિ બનાવીએ છીએ. શરૂઆતમાં અમે ૩૦ ગણપતિ બનાવ્યા, બીજા વર્ષે ૫૦ અને આ વર્ષે અમે ૧૦૦ ગણપતિની મૂર્તિ બનાવીને ઇકોફ્રેન્ડલીના ઉપયોગ માટેનો સમાજને સંદેશો આપીએ છીએ. ગાયનું દૂધ સ્વાસ્થ્ય માટે ગુણકારી તેમજ તેના છાણ-ગૌમૂત્ર કુદરતી ખેતી માટે મહત્વનો ભાગ ભજવે છે એમ મનોજસિંઘ યાદવે વધુમાં જણાવ્યું હતું.ફરતા પશુ દવાખાનાની ટીમ દ્વારા શિંગડાના કેન્સરથી પીડાતી ગાયનો જીવ બચાવાયોવડોદરા, તા.૩૧ ઓગસ્ટ, ૨૦૨૩ ગુરુવાર ( વિ.સં.૨૦૭૯ શ્રાવણ સુદ ૧૫ ) વડોદરા જિલ્લામાં રાજયના પશુપાલન વિભાગ અને Emri Green Health Service ની મોબાઇલ વેટેનરી ડિસ્પેન્સરી (MVD) દ્વારા શિંગડાના કેન્સરથી પીડાતી ગાયનો જીવ બચાવી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.રાજ્ય સરકાર દ્વારા દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાની યોજના શરૂ કરવામાં આવી છે.આ યોજના હેઠળ જિલ્લામાં આવા ૧૭ ફરતા પશુ દવાખાના કાર્યરત છે.
આ યોજના હેઠળ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સરસવણી ગામે ફરતું પશુ દવાખાનું કાર્યરત છે જે નજીકના દસ ગામોમાં પશુઓને વિનામૂલ્યે સારવાર પૂરી પાડે છે.સરસવણી ગામમાં ફરતાં પશુ દવાખાનામાં કાર્યરત ડૉ. હસન અલી તથા પાયલોટ વિજય પટેલને હુસેપુર ગામના પરેશભાઈ પટેલે ગાયને પીડાતી જોઈ તાત્કાલિક સારવાર માટેનો કેસ નોંધાવતા પશુ ચિકિત્સકની ટીમ ગામે પહોંચી ગઈ હતી.
ગાયને તપાસ કરતા ગાયના શિંગડામાં કીડા અને ખરાબ વાસ આવવાથી કેન્સર જેવુ જાણવા મળ્યુ હતું. ગાય છેલ્લા એક મહિનાથી પીડાતી હતી. ગાયને બચાવવા અને પીડા મુક્ત કરવા ડૉ. હસન અલી, ડૉ.મિતેષ માલીવાડ અને ડૉ. શુભમ પટેલ તથા તેમની ટીમ દ્વારા ઓપરેશન કરીને કેન્સરવાળા શિંગડાને જડ-મૂળમાંથી નિકાલ કરીને ગાયનો જીવ બચાવ્યો હતો.ગ્રામજનોએ ડૉક્ટર તથા પાયલોટની કામગીરી બિરદાવી આભાર વ્યકત કરી સરકાર દ્વારા ચાલતી આ સેવાની પ્રશંસા કરી હતી. આ કામગીરી બદલ પ્રોગ્રામ મેનેજર ડૉ.રવિ રિંક અને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર શ્રી યોગેશ દોશી દ્વારા ડોક્ટરની ટીમને અભિનંદન આપ્યા હતા.