Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા ૨૨ કલાકમાં જૂનાગઢમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
    Gujarat

    ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા ૨૨ કલાકમાં જૂનાગઢમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

    Shukhabar DeskBy Shukhabar DeskJune 30, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મેઘરાજાએ જમાવટ કરી દીધી છે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધમધોકાર વરસાદ પડી રહ્યો છે. આવામાં જૂનાગઢ તાલુકામાં પાછલા ૨૨ કલાકમાં સૌથી વધુ ૧૦ ઈંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢમાં થયેલા સારા વરસાદના કારણે ખેડૂતોમાં ભારે ખુશીની લાગણી છવાયેલી છે, ગીરનાર પર્વત પરથી તળેટીમાં જળાભિષેક થતો હોય તેવા દ્રશ્યો પણ જાેવા મળી રહ્યા છે. આ સિવાય જૂનાગઢમાં ઠેરઠેર ભારે વરસાદના કારણે નદી, નાળા તથા તળાવ સહિતની જગ્યાઓ પર નવા જળ આવ્યા છે. ભારે વરસાદના લીધે લોકોએ મુશ્કેલી પણ વેઠવી પડી રહી છે. સુરતના મહુવામાં ૭.૩ ઈંચ, તાપીના વાલોડમાં ૬.૮ ઈંચ અને વ્યારામાં ૬.૪ ઈંચ વરસાદ ખાબક્યો છે. ૨૯મી જૂને રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં ગીર સોમનાથના તલાલામાં ૬.૧ ઈંચ અને સુત્રાપાડામાં ૬ ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના મેંદરડામાં ૫.૯ ઈંચ અને ભેસાણમાં ૫.૪ ઈંચ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વાવાઝોડા દરમિયાન ભારે વરસાદ નોંધાયો હતો તે પછી ફરી એકવાર ચોમાસાની શરુઆત સાથે ભારે વરસાદ જામ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં ૫.૩ ઈંચ વરસાદ થયો હતો, જૂનાગઢના વિસાવદરમાં ૫.૩ ઈંચ વરસાદ, રાજકોટના ધોરાજીમાં પણ ૫.૩ ઈંચ વરસાદ થયો છે. નર્મદાના તિલકવાડામાં ૫.૧ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. જેમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. જ્યારે સાબરકાંઠા, વડોદરા, ડાંગ, મોરબી, ભાવનગર, જામનગરમાં પણ સારા પ્રમાણમાં વરસાદ થયો હતો. આજે દક્ષિણ ગુજરાતના વલસાડ, નર્મદા, તાપીમાં અતિભારે વરસાદ રહેવાની સંભાવનાઓ છે. જ્યારે કાલથી (પહેલી જુલાઈ)એ ભારે વરસાદની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના રાજ્યના અન્ય ભાગોમાં કે ૨-૩ જુલાઈએ ભારે વરસાદની આગાહી નથી, કારણ કે જે વરસાદ આપતી સિસ્ટમ છે તે નબળી પડી જશે. ૩૦મી જૂન માટે સૌરાષ્ટ્રની આગાહી કરીને વિજીનલાલે કહ્યું છે કે, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે અહીં પણ જુલાઈની શરુઆતથી અહીં વરસાદનું જાેર ઘટવાની આગાહી કરવામાં આવી છે. ૨-૩ જુલાઈથી ભારે કે અતિભારે વરસાદની વોર્નિંગ નથી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.