Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ચંદ્રયાન-૩એ ચંદ્ર તરફ ઊડાન ભરી ચંદ્રયાન ૧૦ તબક્કામાં ચંદ્ર સુધી પહોંચીને સંશોધન કરશે
    India

    ચંદ્રયાન-૩એ ચંદ્ર તરફ ઊડાન ભરી ચંદ્રયાન ૧૦ તબક્કામાં ચંદ્ર સુધી પહોંચીને સંશોધન કરશે

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 14, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ૧૪ જુલાઈ ૨૦૨૩નો દિવસ એટલે કે આજે બપોરે ૨ઃ૩૫ વાગ્યે ચંદ્રયાન-૩ ચંદ્ર તરફ ઉડાન ભરી. જે ૪૫થી ૫૦ દિવસની યાત્રા બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લેન્ડિંગ કરશે. ત્યારે જાણો ચંદ્રયાન-૩ કેવી રીતે કામ કરશે.
    ચંદ્રયાન-૩માં પણ ત્રણ ભાગ રાખવામાં આવેલા છે. સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર અને રોવર. પ્રોપલ્શન મોડ્યુલ પોતાની રીતે કામ કરશે અને લેન્ડિંગમાં સહાય કરશે. ચંદ્રયાન-૨ના ઓર્બિટરનો પણ ઉપયોગ કરી શકાય એમ છે જેથી કોમ્યુનિકેશન જળવાઈ રહે. જૂનું ઓર્બિટર ચંદ્રની આસપાસ ચક્કર મારશે અને તે લેન્ડર તથા રોવર સાથે કનેક્શન રાખશે.

    લેન્ડર જ્યારે રોવરની સાથે લેન્ડિંગ કરશે ત્યારે તેની ઉપર મોનિટરિંગનું કામ કરશે. રોવર જ્યારે લેન્ડરથી અલગ પડીને ચંદ્રની સપાટી ઉપર સંશોધન શરૂ કરશે ત્યારે તેની સાથે પણ ઓર્બિટરનું કનેક્શન રહેશે. રોવર દ્વારા જે પણ માહિતી ભેગી કરવામાં આવશે તે પૃથ્વી સુધી મોકલવાનું કામ ઓર્બિટર થકી જ કરવામાં આવશે. ચંદ્રયાન-૨માં હતા તે લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનું અપગ્રેડેડ વર્ઝન આ યાનમાં જાેડવામાં આવ્યું છે. તેમની કામગીરી પણ પહેલાં જેવી જ છે પણ વધારે સુરક્ષિત છે. લેન્ડર પાસે આ વખતે લેઝર અને આરએફ આધારિત અલ્ટિમિટર ધરાવે છે. તેનું સોફ્ટવેર પણ એટલું આધુનિક છે કે, કિલોમીટરો સુધી જાે કોઈ જાેખમ હશે તો તેને પહેલેથી જ જાણ થઈ જશે અને લેન્ડિંગની જગ્યા અંતિમ ઘડી સુધી બદલી શકાશે.

    ચંદ્રયાન-૩ આ વખતે ૧૦ તબક્કામાં ચંદ્રની સપાટી સુધી પહોંચશે.
    પ્રથમ તબક્કોઃ લોન્ચિંગ થયા બાદ ચંદ્રયાન-૩ પૃથ્વીના ૬ ચક્કર લગાવશે.
    બીજાે તબક્કોઃ લૂનર ટ્રાન્સફર ફેઝ એટલે ચંદ્ર તરફ મોકલવાનું કામ. જેમાં ટ્રેઝેક્ટરીનું ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલસ્પેસક્રાફ્ટ સોલર ઑર્બિટથી થઈને ચંદ્ર તરફ વધવા લાગે છે.
    ત્રીજાે તબક્કોઃ લૂનર ઑર્બિટ ફેઝ (ન્ર્ંૈં). એટલે ચંદ્રની કક્ષામાં ચંદ્રયાન-૩ મોકલવામાં આવશે.
    ચોથો તબક્કોઃ જેમાં સાત અને આઠ વખત ઑર્બિટ મેન્યૂવર કરીને ચંદ્રયાન-૩ ચંદ્રની સપાટીથી ૧૦૦ કિમી કક્ષામાં ચક્કર લગાવવાનું શરૂ કરી દેશે.
    પાંચમો તબક્કોઃ પ્રોપલ્શન મોડ્યૂલ અને લૂનર મોડ્યૂલ એકબીજાથી અલગ થશે.
    છઠ્ઠો તબક્કોઃ ડી-બૂસ્ટ ફેઝ એટલે જે દિશામાં જઈ રહ્યા છે, તેમાં ગતિને ઓછી કરવી.
    સાતમો તબક્કોઃ પ્રી-લેન્ડિંગ એટલે લેન્ડિંગ પહેલાની સ્થિતિ. લેન્ડિંગની તૈયારી શરૂ કરાશે.
    આઠમો તબક્કોઃ જેમાં લેન્ડિંગ કરાવાશે.
    નવમો તબક્કોઃ લેન્ડર અને રોવર ચંદ્રની સપાટી પર પહોંચીને સામાન્ય થઈ રહ્યા હશે.
    દસમો તબક્કોઃ પ્રોપલ્શન મોડ્યૂલનું ચંદ્રની ૧૦૦ કિમીની કક્ષામાં પરત પહોંચવું.
    આ વખતે ઑર્બિટર નહીં પરંતુ સ્વદેશી પ્રોપલ્શન મોડ્યૂલ મોકલાઈ રહ્યું છે. જે લેન્ડર અને રોવરને ચંદ્રની કક્ષામાં લઈને જશે. ત્યારબાદ તે ચંદ્રનું પરિભ્રમણ કરશે. રોવર ચંદ્રની સપાટી અને વાતાવરણનું અધ્યયન કરશે.
    સમગ્ર વિશ્વના શક્તિશાળી દેશો દ્વારા પોતાના અવકાશી સંશોધનો માટે ચંદ્રની પસંદગી કરવામાં આવી છે. ચંદ્ર પૃથ્વીની નજીક છે.
    બીજી મહત્ત્વની વાત એ છે કે, જે રીતે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે તેવી જ રીતે વિવિધ દેશો દ્વારા ચંદ્ર ઉપર પોતાના અવકાશી સંસોધનના કેન્દ્રો બનાવવા માટે હોડ જામી છે. ચંદ્ર ઉપર જાે પૂરતા પ્રમાણમાં પાણી, ઓક્સિજન અને હિલિયમ મળી જાય તો મોટાભાગની તમામ જરૂરિયાતો પૂરી થઈ જાય તેમ છે. ભારતના સંસોધન પ્રમાણે ચંદ્ર ઉપર પાણીનો વિશાળ જથ્થો છે. આ ઉપરાંત નાસાના મતે અહીંયા હિલિયમનો અંદાજે ૧૦ લાખ મેટ્રિક ટન જેટલો જથ્થો છે જે સદીઓ સુધી પૃથ્વીને ઊર્જા પૂરી પાડી શકે તેમ છે. આ ઉપરાંત પૃથ્વીની સરખામણીમાં ચંદ્રનું ગુરુત્વાકર્ષણ ઓછું છે તેથી ત્યાંથી કોઈપણ યાન સરળતાથી લોન્ચ કરી શકાય તેવું છે. આગામી સમયમાં મંગળ અને અન્ય સ્પેશ મિશન માટે ચંદ્રની ધરતી લોન્ચપેડ બની શકે તેમ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Petrol Pump: ભારત 1 લાખ પેટ્રોલ પંપ નેટવર્કને પાર કરી ગયું, વિશ્વનું ત્રીજું સૌથી મોટું દેશ બન્યું

    December 25, 2025

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.