Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ગેરકાયદેસર અમેરિકા જવા ઈચ્છુકો માટે બોધપાઠ સમાન વધુ એક કિસ્સો અપહરણ કરાયેલું દંપતી તહેરાનથી મળ્યું, ભારત માટે રવાના
    India

    ગેરકાયદેસર અમેરિકા જવા ઈચ્છુકો માટે બોધપાઠ સમાન વધુ એક કિસ્સો અપહરણ કરાયેલું દંપતી તહેરાનથી મળ્યું, ભારત માટે રવાના

    Shukhabar DeskBy Shukhabar DeskJune 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગેરકાયદે અમેરીકા જવા ઈચ્છતા લોકો માટે બોધપાઠ સમાન એક દર્દનાક ઘટના સામે આવી હતી. જેમાં અમદાવાદના નરોડાના પટેલ દંપત્તિનુ અમેરીકા પહોંચતા પહેલા જ અપહરણ થઈ જાય છે. તેમજ પંકજકુમાર ભરતભાઈ પટેલ નામના આ યુવાનને ઉંધો સુવડાવી તેના પર બ્લેડના અસંખ્યા ઘા મારવામાં આવે છે. લોહી નિકળતી હાલતમાં આ યુવાન દર્દથી તડપી રહ્યો છે. રડતા રડતા પોતાના ભાઈને કહે છે કે, ભાઈ મુજે માર દેંગે…પૈસે ડાલો જલ્દી સે જલ્દી પૈસે ડાલો…મુજે માર દેંગે. આ વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થયો હતો. હવે આ ઘટનામાં અપહરણ કરાયેલ દંપત્તિને માત્ર ૨૪ કલાકમાં જ તહેરાનથી છોડાવી લેવામાં આવ્યું છે.
    પ્રાપ્ત વિગતો પ્રમાણે રવિવારની રાત્રે આ ઘટનાનો એક મેસેજ ગૃહ રાજ્યમંત્રીને મળ્યો હતો. ત્યાર બાદ ભારત સરકારના વિદેશ મંત્રાલય, સેન્ટ્રલ આઈબી, રો, ઈન્ટરપોલનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. ઇરાન ખાતેના ભારતીય દૂતાવાસ, તહેરાનમાં ડેપ્યુટી ચીફ ઓફ મિશનનો સંપર્ક કરીને અપહરણ કરાયેલ પંકજ અને નિશાને શોધવા મદદ માંગવામાં આવી હતી. આ દંપત્તિ તહેરાનથી મળી આવ્યું હતું અને હવે તેઓ ભારત આવવા રવાના થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.
    અપહરણ થયેલા પકંજ પટેલના સગા ભાઈ સંકેત પટેલે આ બનાવની જાણ કૃષ્ણનગર પોલીસને કરી હતી. જેમાં પોલીસને જણાવાયુ હતું કે, તેમના ભાઈ-ભાભીએ ગાંધીનગર સરગાસણ ખાતેના એક એજન્ટ સાથે રૂ.૧.૧૫ કરોડમાં ગેરકાયદે અમેરિકા જવાનો સોદો નક્કી કર્યો હતો. એજન્ટે એવુ હતું કે તેમના ભાઈ ભાભીને પહેલા હૈદરાબાદ લઈ જવાશે અને ત્યાંથી બીજાે એજન્ટ તેમને વાયા, દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલશે.અમેરિકા પહોંચતા પહેલા જ તેમના ભાઈ ભાભીનુ ઈરાનમાં અપહરણ થયું હોવાની માહિતી તેમને મળી હતી. પંકજ પટેલ પર ત્રાસ ગુજારતા વીડિયોની ક્લિપિંગ અને મેસેજ પરિવારજનોને મોકલાયો હતો. ત્યાર બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. શરૂઆતમાં પકંજ પટેલ અને તેમના પત્ની કોઈ હોટલના સ્વીમિંગ પૂલની નજીક ઉભા છે અને અમેરિકા જઈ રહ્યા હોવાનુ જણાવે છે.
    સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા બીજા વીડિયોમાં પકંજ પટેલને બાથરૂમમાં ઉંધો સુવડાવીને તેમના પીઠ પર બ્લેડ વડે ઉપરાઉપરી ઘા મારવામાં આવે છે. પકંજ પટેલ રડતા રડતા હિન્દીમાં કહે છે કે, જલ્દીથી પૈસા મોકલી આપો નહીતર આ લોકો મને મારી નાખશે. ત્યાર બાદ અપહરણકર્તા પંકજને ચુપ કહેવાનુ કહીને પોતે હિન્દીમાં મેસેજ આપે છે કે પૈસા નહી ડાલો ગે તો ખુદા કી કસમ હમ ઈસકે ગુર્દા નિકાલ કર બેચ દેંગે પૈસા ડાલો આગે આપકી મરજી. પોલીસે આ ઘટનાની ગંભીરતાથી લઈને યુવાન પટેલ દંપતિને કઈ રીતે બચાવી શકાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે. સરકારે પણ આ સંદર્ભમાં તુરંજ જ કાર્યવાહી કરે એવી પરિવારજનોની લાગણી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.