જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચણાકા ગામે સસરાએ પુત્રવધૂની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. હત્યા કર્યા બાદ સસરાએ લાશને પંખે લટકાવીને ઘટનાને આપઘાત દર્શાવવા પ્રયાસ કર્યો હતો. જાે કે, પોલીસ તપાસમાં તેમણે જ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થતાં ભેસાણ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને સસરા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સસરાએ ચારિત્ર્યની શંકામાં પુત્રવધૂની હત્યા કર્યાનું લાગી રહ્યું છે. મળતી માહિતી અનુસાર મૃતકના ભાઈએ હત્યાની શંકા જણાવી હતી. જેથી પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવતા મોત આપઘાતને કારણે નહીં પરંતુ હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર મૃતકની ઓળખ રસીલાબેન તરીકે થઈ છે. રસીલાબેનના સુરતમાં રહેતા પુત્રએ મામાને ફોન કરીને જણાવ્યું કે, માતાનો ફોન બંધ આવે છે અને તે રૂમનો દરવાજાે ખોલતા નથી. જેથી રસીલાબેનના ભાઈ રમેશભાઈ ચણાકા ગામ આવેલા ઘરે પહોંચીને તપાસ કરતા દરવાજાે બંધ હતો. અનેકવાર ખખડાવ્યા છતા કોઈએ દરવાજાે ખોલ્યો નહીં અને કોઈ અવાજ પણ સંભળાતો ન હોવાથી ભેસાણ પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે દરવાજાે તોડતા ઘરની અંદર રસીલાબેનનો મૃતદેહ પંખા સાથે લટકતો મળી આવ્યો હતો.
બનાવની જાણ થતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ઘટના અંગે રસીલાબેનના ભાઈ રમેશભાઈએ હત્યાની શંકા દર્શાવતા પોલીસે રસીલાબેનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલ્યો હતો. જેના રિપોર્ટમાં રસીલાબેને આપઘાત નહીં પરંતુ તેમની હત્યા કરી હોવાનો ખુલાસો થતાં બધા ચોંકી ગયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર રસીલાબેનના પતિ જયેશભાઈનું અકસ્માતમાં મોત તે સાસરિયાથી અલગ રહેતા હતા. રસીલાબેન ચણાકા ગામમાં જ ખેતમજૂરી કરીને ગુજરાન કરતા હતા સસરા શંભુભાઈએ આ ગમતું નહોતું. આને લઈને અનેકવાર ઝઘડાઓ પણ થયા હતા.
એટલું જ નહીં, શંભુભાઈ પુત્રવધૂ રસીલાબેનના ચારિત્ર્ય પર શંકા કરતા હતા. તેથી તેમણે પહેલા બોથડ પદાર્થથી હુમલો કર્યા બાદ ગળેટૂંપો દઈ હત્યા કરી હતી અને બાદમાં હત્યાને આપઘાત દર્શાવવા માટે પંખે લટકાવી દીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર રસીલાબેનના બે પુત્રો છે, જેમાંથી એક સાસુ-સસરા સાથે તો બીજાે સુરતમાં રહે છે. વર્ષ ૨૦૦૪માં રસીલાબેનના લગ્ન જયેશભાઈ માંડવિયા સાથે થયા હતા. જાે કે, ૨૦૧૭માં થયેલા એક રોડ અકસ્માતમાં પતિ જયેશભાઈનું મોત થયું હતું. સમગ્ર મામલે પોલીસે સસરા સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.