તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો હતો કે, કેટલાંક લોકો આગ્રાના તાજમહેલની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન પોતાન ડોગીને કારમાં લોકર મારીને તાજમહેલ જાેવા જતા રહ્યા હતા. બાદમાં બે કલાક પછી જ્યારે પરત આવ્યા ત્યારે ડોગીનું મોત થઈ ચૂક્યું હતું. આવી જ એક ઘટના અમેરિકામાંથી સામે આવી છે. જેના કારણે એક ૧૮ મહિનાના બાળકને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. બાળકના પેરેન્ટ્સે ચાર જુલાઈના રોજ પાર્ટી કરી હતી. આ ભૂલના કારણે તેઓએ પોતની દીકરીને કારમાં જ છોડી દીધી હતી. જેના કારણે ગરમી અને ગૂંગળામણ થતા તેનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આ બાળકને સવારના ૩ વાગ્યાથી લઈને ૧૧ વાગ્યા સુધી કારમાં છોડી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન તાપમાન પણ ૧૦૫ ફેરનહિટ હતું. પોલ્ક કાઉન્ટી શેરીફ ગ્રેડી જુડે એક નિવેદનનો હલાવો આપતા કહ્યું કે, માતા-પિતા જાેએલ અને જેજ્મિન રોંડને પોતાના ત્રણ બાળકો સાથે ચાર જુલાઈના રોજ પાર્ટીમાં ભાગ લીધો હતો. બીજા દિવસે સવારે તેઓ લગબઘ ૩ વાગ્યા સુધી બહાર રહ્યા હતા. પરત ફર્યા બાદ માતા પોતાના મોટા બાળકને ઘરમાં લઈ ગઈ અને પતિને કહ્યું કે, નાની દીકરીને અંદર લેતા આવે પીડિત બાળકના પિતા જાેએલે કહ્યું કે, જ્યારે તે બાળકને લેવા માટે ગયા ત્યારે કારનો એક દરવાજાે ખુલ્લો હતો
તે જમવાની ટ્રે ઘરની અંદર લઈ ગયા, જાે કે, જ્યારે બહાર આવ્યા તો જાેયું કે, કારના તમામ ચારેય દરવાજા બંધ હતા અને લાગ્યું કે, પત્ની બાળકને અંદર લઈ ગઈ હશે. એ પછી તે ઘરમાં જતા રહ્યા હતા. પછી પત્ની અને બાળકો સાથે સૂઈ ગયા હતા. તેમણે નાની દીકરી વિશે એકબીજા પાસેથી જાણકારી લીધી નહોતી. જેના કારણે ૧૮ મહિનાની બાળકી ભૂલથી જ કારની અંદર રહી ગઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું.બાળકના મોત બાદ સ્થાનિક તંત્રએ તેના પેરેન્ટ્સ પર હત્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
પેરેન્ટ્સને પોતાના બાળકના મોતના સમાચાર સવારે ૧૧ વાગ્યે મળ્યા હતા. એક દીકરાને બેડરુમમાં જાેવા મોકલ્યો તો બાળકી ઘરમાં હાજર નહોતી. એ પછી તેની શોધખોળ કરતા બહાર જઈને કારમાં જાેયું તો તે અંદર હતી. એ પછી તરત જ ડૉક્ટરને પણ બોલાવવામાં આવ્યો હતો. પરંતુ તેઓએ બાળકને મૃત જાહેર કર્યુ હતુ. બાદમાં આ વાતની જાણકારી પોલીસને આપવામાં આવી હતી. પોલીસે માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.