અબડાસામાં વીજળી પડતા એકનુ મોત ૨ લોકોને ઈજા
રાજ્યમાં છેલ્લા ૨ દિવસથી જાેરદાર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે કચ્છમાં પણ સતત બીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર પારી ખેલી છે. કચ્છ, માંડવી તેમજ અબડાસા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. માંડવી – ગઢસીસાના માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં. તો બીજી તરફ અબડાસામાં વીજળી પડતા એકનુ મોત થયું છે જ્યારે ૨ લોકોને ઈજા પહોંચી છે.કચ્છના અબડાસામાં વીજળી પડતા એકનુ મોત થયું છે જ્યારે ૨ લોકોને ઈજા પણ પહોંચી છે. ખેતરમાં કામ કરતા સમયે ખેડૂતો પર વીજળી પડી હતી. અબડાસાના સુડધ્રો મોટી ગામે ખેતરમાં વીજળી પડતા એકનો મોત થયો છે જ્યારે ઈજાગ્રસ્તો સારવાર અર્થે નલિયા આરોગ્ય કેન્દ્ર ખસેડાયા છે.