ખેડામાં વાત્રક નદી પર નિર્માણાધિન બ્રિજના જે ટેકા મૂકવામાં આવ્યા હતા તે ધસમસતા પાણીમાં તણાયા છે. અચાનક પાણીનો પ્રવાહ આવતા બ્રિજના જે ટેકા મૂકવામાં આવ્યા હતા તે નદીમાં પડ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હવે જે બ્રિજ બની રહ્યો હતો તેના ટેકા તૂટી પડ્યા બાદ કેટલાક મહત્વના પગલા ભરવામાં આવશે. મહત્વનું છે કે આ બ્રિજ દેદરડાથી વાસણા ખુર્દ ગામની વચ્ચે નિર્માણ પામી રહ્યો છે, બ્રિજના ટેકા તૂટી પડવાની ઘટના બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. બ્રિજનું સ્ટ્રક્ચર તૂટી પડવાની ઘટના સામે આવતા સ્થાનિકો સાથે વાત કરી હતી.
જેમાં જાણવા મળ્યું કે અચાનક નદીમાં ધસમસતું પાણી આવ્યું અને તેના કારણે ટેકા તૂટી પડ્યા હતા. હવે નિર્માણાધિન બ્રિજનું સ્ટ્રક્ચર પાણીમાં પડી ગયા બાદ પુલની ગુણવત્તા ચકાસવા માટે લોડ ટેસ્ટ કરવામાં આવશે ત્યારે નુકસાન કેટલું થયું છે તે અંગે માહિતી મળશે. જે ઘટના બની છે તેના કારણે સ્થાનિક પણ ચિંતામાં મૂકાયા છે. જાેકે, જ્યારે બ્રિજનો લોડ ટેસ્ટ કરવામાં આવશે ત્યારે માલુમ પડશે કે સ્ટ્રક્ચર તૂટી પડવાથી બ્રિજને નુકસાન થયું છે કે નહીં અને થયું હોય તો તે કેટલું થયું છે! સમગ્ર રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે રાજ્યના નદી સહિતના જળાશયોમાં નવા નીર આવી રહ્યા છે.
વાત્રક નદીમાં ધસમસતું પાણી આવવા લાગ્યું ત્યારે કેટલાક લોકો તે જાેવા માટે પહોંચ્યા આવામાં અચાનક બ્રિજની નીચે જે લોખંડના ટેકા મૂકવામાં આવ્યા હતા તે પાણીમાં નમી પડ્યા હતા અને પછી પાણીનો પ્રવાસ વધતા તે અચાનક નદીમાં તૂટી પડ્યા હતા. અગાઉ રાજ્યમાં મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટના બની હતી તે પછી પુલને લગતી ખબર આવે ત્યારે લોકો વધારે સતર્ક થઈ જતા હોય છે. જાેકે, આ મામલે સ્થાનિક તંત્ર દ્વારા જરુરી તપાસના આદેશ આપવામાં આવશે અને મહત્વની કાર્યવાહી કરવામાં આવી શકે છે કે જેથી કરીને બ્રિજને નુકસાન થાય નહીં.