Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»કોંગ્રેસના નેતા હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાતે મણિપુરમાં હિંસા પીડિતોને મળવા જતા રાહુલને રોક્યા
    India

    કોંગ્રેસના નેતા હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાતે મણિપુરમાં હિંસા પીડિતોને મળવા જતા રાહુલને રોક્યા

    Shukhabar DeskBy Shukhabar DeskJune 29, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મણિપુર પહોંચીને હિંસા પીડિતોને મળવા એરપોર્ટથી રવાના થયા હતા ત્યારે માત્ર ૨૦ કિમી જ આગળ વધતા તેમના કાફલાને બિષ્ણુપુર જિલ્લામાં પોલીસે રોકી દીધો હતો. પોલીસે કહ્યું હતું કે આગળ અશાંતિ છે. રાહુલ ગાંધી આજથી મણિપુરના બે દિવસીય પ્રવાસ પર છે. તેઓ આજે સવારે દિલ્હીથી ફ્લાઇટ દ્વારા મણિપુર પહોચ્યા હતા. રાહુલ ગાંધી આજે અને આવતીકાલે મણિપુરમાં રાહત શિબિરોની મુલાકાત લેશે અને પીડિતોની સ્થિતિ જાણશે. આ ઉપરાંત રાહુલ મણિપુરની રાજધાની ઈમ્ફાલ અને ચુરાચંદપુરમાં નાગરિક સમાજના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે. બપોરે તુઈબોંગમાં ગ્રીનવુડ એકેડમી અને ચુરાચંદપુરમાં સરકારી કોલેજની મુલાકાત લેશે જેના બાદ કોન્ઝેંગબામમાં કોમ્યુનિટી હોલ અને મોઇરાંગ કોલેજ પહોચશે.
    પૂર્વોત્તર રાજ્ય મણિપુર છેલ્લા ૫૮ દિવસથી હિંસાની આગમાં સળગી રહ્યું છે અને આ હિંસામાં ૧૨૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મણિપુર ગયા હતા અને રાહત શિબિરોની મુલાકાત લીધી હતી અને પીડિતોની વાત સાંભળી હતી. એક સપ્તાહ પહેલા ગૃહમંત્રીએ દિલ્હીમાં મણિપુરની સ્થિતિને લઈને ૧૮ પક્ષો સાથે સર્વપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં સપા અને આરજેડીએ મણિપુરના સીએમ બિરેન સિંહના રાજીનામાની માંગ કરી હતી. આ સાથે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની પણ માંગ કરવામાં આવી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    PM Modi On Operation Sindoor: પીએમ મોદીએ ગુજરાતમાંથી પાકિસ્તાનને ફરી ચેતવણી આપી

    May 26, 2025

    Rajiv Gandhi Death Anniversary: રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતાં રાહુલ ગાંધી થયા ભાવુક

    May 21, 2025

    Jyoti Malhotra Spying: ‘જ્યોતિ જાસૂસ’ કેસમાં પાકિસ્તાની મક્કમ યોજના: 5 મોટા ખુલાસાઓ

    May 19, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.