કેન્દ્ર સરકારે ઓડિશાના એક રેલવે સ્ટેશન અને રાજસ્થાનના ત્રણ ગામ સહિત કુલ ચાર ગામોના નામ બદલવાની મંજૂરી આપી દીધી છે અને આ માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. ઉદયપુર જિલ્લાના કાનોડ તાલુકામાં ખિમવતોં કા ખેડાનું નામ બદલીને ખિમસિંહજી કા ખેડા, જાેધપુર જિલ્લાના ફલોદી તાલુકામાં બેંગતી કાલાનું નામ બદલીને બેંગતી હરબુજી અને જાલોર જિલ્લાના સાયલા તાલુકામાં ભુંડવાનું બદલીને ભાંડવપુરા નામ બદલવા માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ સિવાય ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં સ્થિત અમાનુલ્લાપુરનું નામ બદલીને જમુના નગર કરવા માટે પણ એનઓસી આપવામાં આવી છે.
ગૃહ મંત્રાલયે ઓડિશાના ખોરધા મંડલના હરિદાસપુર-પારાદીપ ખાતેના રત્નાગિરી રોડ રેલ્વે સ્ટેશનનું નામ બદલીને ઉદયગિરી-રત્નાગિરી રોડ રેલ્વે સ્ટેશન કરવાની મંજૂરી પણ આપી છે. અધિકારીઓએ કહ્યું કે ગૃહ મંત્રાલય રેલવે મંત્રાલય, પોસ્ટ વિભાગ અને સર્વે ઓફ ઈન્ડિયા તરફથી કોઈ વાંધો ન હોવા બાદ સ્થળ અથવા સ્ટેશનનું નામ બદલવાની મંજૂરી આપે છે. આ સંસ્થાઓએ પુષ્ટિ કરવી પડશે કે તેમના રેકોર્ડમાં સૂચિત નામ સાથે મેળ ખાતું કોઈ નગર કે ગામ નથી. અધિકારીઓએ કહ્યું કે રાજ્યનું નામ બદલવા માટે સંસદમાં સામાન્ય બહુમતી દ્વારા બંધારણીય સુધારો જરૂરી છે. ગામ કે નગર કે સ્ટેશનનું નામ બદલવા માટે એક્ઝિક્યુટિવ ઓર્ડરની જરૂર પડે છે