Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»કાળઝાળ ગરમીમાં ઉત્તર ભારતના લોકોને રાહત થઈ ઉત્તર ભારતમાં મેઘતાંડવમાં સાતનાં મોત, હિમાચલપ્રદેશની નદીમાં પૂર
    India

    કાળઝાળ ગરમીમાં ઉત્તર ભારતના લોકોને રાહત થઈ ઉત્તર ભારતમાં મેઘતાંડવમાં સાતનાં મોત, હિમાચલપ્રદેશની નદીમાં પૂર

    Shukhabar DeskBy Shukhabar DeskJune 26, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઉત્તર ભારતમાં વરસાદના કારણે સ્થિતિ કથળી રહી છે. હિમાચલ પ્રદેશમાં સતત વરસાદ વરસી રહ્યો છે. તથા પૂર આવતા ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ ઉત્તરાખંડમાં વીજળી પડતા ૧ યુવકનું મોત થયું છે. જ્યારે બીજી બાજુ વીજળી પડતા ૪૦૦ બકરીઓના મોત થતા ચકચાર મચી ગઈ છે. હજુ આગામી ૪થી ૫ દિવસ સુધી ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર ભારતના લોકો ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચોમાસુ બેસે એની રાહ જાેઈ રહ્યા હતા. જાેકે આ દરમિયાન તેમનું સપનું પૂરૂ તો થયું પરંતુ જાેતજાેતામાં એકસાથે એટલો ધોધમાર વરસાદ પડવાનું શરૂ થયું કે અચાનક પૂર, ભૂસ્ખલન અને જમીન ધરાશાયી થઈ ગઈ છે. આ દરમિયાન ૭ લોકોના મોત નીપજ્યા છે. વિગતો પ્રમાણે હિમાચલ પ્રદેશમાં ધોધમાર વરસાદ ખાબકી જતા અચાનક પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. આ દરમિયાન ૧૨થી વધુ વાહનો પાણીમાં તણાઈ ગયા છે. એટલું જ નહીં આ દુર્ઘટનામાં ૩ લોકોના મોત નીપજ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે ૧૦૦થી વધુ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. આ પૈકી ડેમમાં ગાડી પડી જતા એમાં સવાર ૨ લોકો તણાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ડ્રાઈવરે ભારે વરસાદના પગલે વિઝિબલિટી ગુમાવી દીધી હતી. આ દરમિયાન તેણે ગાડી પરથી કંટ્રોલ ગુમાવી દીધો અને તે પલટી ખાઈ ગઈ હતી. તો બીજી બાજુ ટ્રેકિંગ ગ્રુપના સભ્ય એવા શખસનું પણ મોત નીપજ્યું હતું. હવે હિમાચલ પ્રદેશમાં આકસ્મિક પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતા વીજળી વ્યવહાર ઠપ થઈ ગયો હતો. એટલું જ નહીં આગામી ૨૪ કલાક હિમાચલ પ્રદેશમાં પૂર જેવી સ્થિતિ વધુ વણસી શકે એવી આગાહી પણ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં વીજળી પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ૨૦ વર્ષીય યુવાન પર અચાનક વીજળી પડતા તેનું મોત થયું છે. એટલું જ નહીં બીજી બાજુ ૩ લોકોને ગંભીર ઈજા પહોંચી છે. બગેશ્વરમાં વીજળી પડતા ૪૦૦ બકરીઓના મૃત્યુ થયા છે. આ રીતે વીજળી પડવાની ઘટનામાં યુવકની સાથે પશુઓએ પણ જીવ ગુમાવ્યો છે. હજુ આગામી ૨૪ કલાક સુધી અહીં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
    સતત વરસી રહેલા વરસાદના કારણે ભૂસ્ખલન પણ થઈ રહ્યું છે. આની સીધી અસર ગંગોત્રી અને યમુનોત્રી હાઈવે સહિતના માર્ગો પર પડ્યો છે. અહીં વાહનવ્યવહાર થંભી ગયો છે. એટલું જ નહીં કેદારનાથ યાત્રા પણ રવિવારે થોડા સમય માટે સ્થગિત રાખી હતી. તો બીજી બાજુ રવિવારે સવારે દેહરાદૂનના જાેલી ગ્રાન્ટ એરપોર્ટ પર ભારે વરસાદને કારણે ૨ ફ્લાઈટ ડાઈવર્ટ કરવામાં આવી હતી. હરિદ્વારમાં અત્યારે રસ્તાઓ પર પાણી ફરીવળ્યું છે. જ્યારે લોકોના ઘરોમાં તથા હોસ્પિટલોમાં પણ પાણી ભરાઈ ગયા છે. હોસ્પિટલમાં તો ઓપીડી પણ બંધ કરવાની ફરજ પડી છે.
    ઉત્તરાખંડમાં હવામાન વિભાગે આગામી ૪થી ૫ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વળી એલર્ટને ધ્યાનમાં રાખીને ટ્રેકિંગ પણ બંધ કરી દેવાયું છે. પશ્ચિમ યૂપીના મુઝફ્ફરનગરમાં ઝૂંપડીની છત તૂટી પડતા ૨ કિશોરો ઊંઘમાં જ જમીનમાં દટાઈ ગયા હતા અને જીવ ગુમાવ્યા હતા. ત્યારે બીજી બાજુ મંદિરમાં દર્શન કરવા આવેલી મહિલાનો સ્થાનિકોએ મહામહેનતે જીવ બચાવ્યો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Petrol Pump: ભારત 1 લાખ પેટ્રોલ પંપ નેટવર્કને પાર કરી ગયું, વિશ્વનું ત્રીજું સૌથી મોટું દેશ બન્યું

    December 25, 2025

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.