આજથી જેટકોનાં તમામ સ્ટાફની અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. કર્મચારીઓની માંગ નહી સ્વીકારાતા મંત્રણાં ભાંગી પડી હતી. પ્રમોશન ઓર્ડર રદ્દ કરવાની માંગ નહી સ્વીકારાતા મંત્રણા પડી ભાંગી હતી. પ્રમોશન ઓર્ડર રદ્દ કરવાની માંગ નહી સ્વીકારાતા મંત્રણાં ભાંગી પડી હતી. તમામ વીજ કંપનીઓનાં ઈજનેરો-ટેકનીકલ સહિતનો સ્ટાફ હડતાળમાં જાેડાશે તો અંધારપટ્ટની સ્થિતિનાં સંકેત છે.
ગુજરાત વીજ વિભાગના જેટકોના કર્મચારીઓ દ્વારા આજથી માસ સીએલ સહિત ચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરાઈ છે. જેમાં ગુજરાત માં આજે ૭ હજાર જેટલા કર્મચારીઓ માસીએલ પર ઉતર્યા છે. અને આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાલ પર કર્મચારીઓ ઉતરશે સૌથી મહત્વની વાત એ છે કે એક તરફ ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે ગુજરાત ભરમાં જેટકોના કર્મચારીઓ ની કોઈ ચોક્કસ સમાધાન ન થતા આજથી વીજ વિભાગના તમામ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરાયું છે.
સાબરકાંઠાના હિંમતનગર ખાતે જિલ્લા સહિતના કર્મચારીઓ દ્વારા વિવિધ પાંચ જેટલી માંગણીઓ મામલે માસ સીએલ ઉપર જવાની સાથે આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાળ કરવામાં આવી છે. જાેકે આ મામલે તંત્ર દ્વારા વધુ કોઈ જલદ પગલાં લેવાય તેમ જ કોઈ કર્મચારી સામે શિસ્ત ભંગના પગલાં પણ લેવાશે તો આગામી સમયમાં ગુજરાતભરના કર્મચારીઓના સંગઠન દ્વારા ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે. ત્યારે ચોમાસાની શરૂઆતમાં થયેલું આ આંદોલન આગામી સમયમાં સમગ્ર ગુજરાતીઓ માટે પરેશાની નું કારણ બને તો નવાઈ નહીં.
મહેસાણા ખાતે જેટકોનાં ૧૬૦૦૦ જેટલા કર્મીઓ માસ સીએલ પર છે. ત્યારે આજે માસ સીએલ અને આવતીકાલે અચોક્કસ મુદ્દતની હડતાળ કરશે. મહેસાણા, રાજકોટ અને ભરૂચ ઝોનનાં કર્મીઓ માસ સીએલમાં જાેડાયા હતા. સોમવારે ગાંધીનગર ્ઁજી માં પડતર પ્રશ્નો અંગે મીટીંગ થઈ હતી. મેનેજમેન્ટ દ્વારા એક પણ પ્રશ્નનો હકારાત્મક અભિગમ મળ્યો નહી. માસ સીએલમાં વર્ગ ૩ અને વર્ગ ૪ નાં કર્મીઓ જાેડાયા છે.
રાજકોટમાં જેટકોનાં ઈજનેરો અને લાઈનમેનની હડતાળ છે. ત્યારે ૭ હજારથી વધુ કર્મચારીઓએ માસ ઝ્રન્ મુકી છે. પ્રમોશન સેટઅપ સહિતનાં પડતર પ્રશ્નને લઈ કર્મચારીઓનું આંદોલન શરૂ કર્યું છે. ત્યારે હડતાળમાં સામેલ થનારા કર્મચારીઓ જેટકો કચેરીએ વિરોધ કરશે. પડતર પ્રશ્નોનું સમાધાન ન થવા પર ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.