મહેસાણાના કડીમાં પંચામૃત માણેક મહોત્સવ યોજાયો હતો. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ કન્યા કેળવણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ યાદ કર્યા હતા. મહેસાણાના કડીમાં પંચામૃત માણેક મહોત્સવ યોજાયો હતો. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે દિકરીના શિક્ષણનુ મહત્વ સમજાવ્યુ હતુ. મુખ્યપ્રધાને કહ્યુ હતુ કે, કન્યાઓમાં ડ્રોપ રેશીયો ઘટ્યો હોવાનુ કહ્યુ હતુ. અગાઉ ૩૭ ટકા ડ્રોપ આઉટ થતો હતો. અગાઉ ૧૦૦ ટકા નામાંકન બાળકીઓનુ થતુ નહોતુ અને એમાં ૩૭ ટકા ડ્રોપ આઉટ હતો. હવે રાજ્ય સરકાર ૧૦૦ ટકા નામાંકન કરાવવા પ્રયાસ કરે છે અને તેમાં ડ્રોપ આઉટ રેશીયો નહિવત કરવામાં આવ્યો છે.
પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલે પાટીદાર સહિત તમામ સમાજમાં દિકરીના શિક્ષણ આપવાને લઈ જાગૃતી વધી હોવાનુ કહ્યુ હતુ. ભૂપેન્દ્ર પટેલ અને નિતીન પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યાદ કર્યા હતા, જેમણે મુખ્ય પ્રધાન હોવા દરમિયાન દીકરીઓના શિક્ષણને લઈ ચિંતા દર્શાવી પ્રયાસો શરુ કર્યા હતા. નિતીન પટેલે કહ્યુ હતુ કે, નરેન્દ્ર મોદી લોકો પાસે દીકરીઓના શિક્ષણની ભીખ માંગતા અને બીજુ કશુ નથી જાેઈતુ એમ કહી કન્યા કેળવણીનો સફળ પ્રયાસ કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણા જિલ્લાના નાની કડી ખાતેના શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ સંચાલિત ડી.રાજા વિદ્યાસંકુલના ૪૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત પંચામૃત માણેક મહોત્સવમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યા હતા.