ગુજરાત રાજ્યમાં અષાઢી માહોલ જામ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ વરસાદની જમાવટ થતા જગતનો તાત ખુશખુશાલ છે. ભારે વરસાદના પરિણામે રાજ્યના રસ્તાઓ ઓવર ટેપિંગના કારણે બંધ કરવામા આવ્યા છે. રાજ્યના અનેક વિસતારોમા પાણી ભરાયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન પડી રહેલા ભારે વરસાદના પરિણામે ૧૩૦ રસ્તા બંધ થયા છે. આ સાથે જ રાજ્યમાં ૫ સ્ટેટ હાઇવે પણ બંધ છે.
રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈ તંત્ર એક્શન મોડ પર આવ્યું છે. આ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદના પગલે ૧૩૦ રસ્તા બંધ થયા છે. જ્યારે ૫ સ્ટેટ હાઈવે વરસાદના કારણે બંધ થયા છે.
આ સાથે પંચાયત હસ્તકના ૧૧૧ રોડ બંધ થયા છે. જ્યારે ૧૪ અન્ય માર્ગો બંધ થયા છે. સૌથી વધુ રસ્તા પોરબંદરમાં ૩૨ માર્ગો બંધ થયા છે. વલસાડમા ૧૬ રસ્તા બંધ થયા છે. તાપી જીલ્લામાં ૦૩ રસ્તા બંધ થયા છે. સુરત જીલ્લામાં ૧૪ રસ્તા બંધ થયા છે.
રાજ્યમાં ભારે વરસાદને લઈ વાહન વ્યવહાર પર ભારે અસર પડી છે. આ દરમિયાન રાજ્યમાં વરસાદના કારણે એસટી બસના રુટને પણ અસર થઈ છે. રાજ્યમા કુલ ૩૨ રુટ રદ કરવામાં આવ્યા છે. એસટી બસના ૩૨ રુટની ૧૦૪ ટ્રીપ વરસાદના કારણે બંધ છે. ભારે વરસાદના કારણે ૨૩ ગામોમા વિજ પુરવઠાને અસર થઈ છે. અમરેલી જિલ્લાના જાફરાબાદના ૧૦ ગામોમાં વિજળી ગુલ થઈ છે.
હાલ રાજયના દક્ષિણ ગુજરાત ના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વરસાદને પગલે ખેડૂત ખુશ ખુશાલ જાેવા મળે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ૫ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રેહશે.
તમને જણાવી દઇએ કે, આજના દિવસે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, દમણ અને દાદરાનગરહવેલીનાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ રહશે. તો પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દ્વારકામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે.
અમદાવાદ, ગાંધીનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં આજે સામાન્ય વરસાદની આગાહી છે. અમદાવાદમાં આજે સાંજે સામાન્ય વરસાદ રહશે. જાેકે હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી જેથી વરસાદનું જાેર ઘટશે.