સોશિયલ મીડિયા પર અનેકવાર બસ ડ્રાઇવરના બેધ્યાનપણાંના વિડીયો વાઇરલ થતાં હોય છે. ત્યારે હવે મુસાફરોના જીવને જાેખમમાં મૂકી દે તેવી એક ઘટના હવામાં ઘટી છે. એક વિમાનના પાયલોટે આવું જ કંઇક કર્યું છે. એર ઇન્ડિયાના પાયલોટે તેના અધિકારોનો દુરઉપયોગ કરી પોતાની મહિલા મિત્રને કોકપીટમાં બેસાડી મુસાફરોની સુરક્ષા સાથે ચેડા કર્યા હતાં. આ મુદ્દે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવલી એવીએશન (ડીજીસીએ) દ્વારા કાર્યવાહીના ભાગ રુપે પાયલોટનું લાયસન્સ એક વર્ષ માટે રદ કરવામાં આવ્યું છે.
પોતાની મહિલા મિત્રને કોકપીટમાં બેસાડવાનું આ પાયલોટને એટલું મોંઘુ પડ્યું કે ડીજીસીએ દ્વારા તેનું લાયસન્સ એક વર્ષ માટે રદ કરવામાં આવ્યું છે. આ પાયલોટે નિયમોનું ઉલ્લઘન કરી મહિલા મિત્રને કોકપીટમાં બેસાડી અને મુસાફરોની સુરક્ષા સાથે ચેડા કર્યા હતાં.
એર ઇન્ડિયા ચંડીગઢ-લેહ વિમાનમાં ૩ જૂનના રોજ બનેલી આ ઘટના સામે આવી છે. ચંડીગઢ-લેહ ફ્લાઇટના કોકપીટમાં મહિલા મિત્રને બેસાડવા મુદ્દે ડીજીસીએ ગુરુવારે ૨૨મી જૂનના રોજ આ વિમાનના પાયલોટનું લાયસન્સ એક વર્ષ માટે રદ કર્યું છે.
ઉપરાંત આ બાબતની જાણ ન કરવા બદ્દલ કો-પાયલોટ પર પણ કાર્યવાહીકરવામાં આવી છે. ડીજીસીએ એ એ જ ફ્લાઇટના કો-પાયલોટનું લાયસન્સ એક મહિના માટે રદ કર્યું છે. ૩ જૂનના રોજ બનેલી આ ઘટના બાદ બંને પાયલોટને તપાસ થાય ત્યાં સુધી સેવમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.
ડીજીસીએના સુરક્ષા નિયમ અનુસાર અનઅધિકૃત વ્યક્તિને કોકપીટમાં પ્રવેશવાની પરવાનગી હોતી નથી. જાે એવું થાય તો એ સુરક્ષા નિયમોનું ઉલ્લઘન ગણવામાં આવે છે. મેસર્સ એર ઇન્ડિયા ફ્લાઇટ એઆઈ-૪૫૮ (ચંડીગઢ-લેહ) ના પાયલોટ ઇન કમાન્ડે ૩ જૂનના રોજ એક અનઅધિકૃત વ્યક્તિને કોકપીટમાં પ્રવેશ કરવા દીધી હતી. અને એ વ્યક્તિ આખી ફ્લાઇટ દરમિયાન કોકપીટમાં જ હાજર હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આવી ઘટના એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બની છે. એર ઇન્ડિયાની ફ્લાઇટના કોકપીટમાં મહિલા મિત્રને બેસાડવા મુદ્દે એક પાયલોટ પર કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટના બાદ પણ ડીજીસીએ દ્વારા પાયલોટનું લાયસન્સ ત્રણ મહિના માટે રદ કરવામાં આવ્યું હતું.
ઉપરાંત પાયલોટ પર કાર્યવાહીના ભાગ રુપે એર ઇન્ડિયાની નિષ્કાળજી માટે ૩૦ લાખ રુપિયાનો દંડ પણ ફટકાર્યો હતો ૨૭મી ફેબ્રુઆરીના રોજ દુબઇથી દિલ્હી આવનારી ફ્લાઇટમાં પાયલોટે પોતાની મહિલા મિત્રને ફ્લાઇટના કોકપીટમાં બેસાડી હતી.