Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»એક્ટર સુશાંત સિંહના મૃત્યુને ત્રણ વર્ષ થઈ ગયા સુશાંત કેસમાં સીબીઆઈ પાસે પુરાવા હોવાનો દાવો
    India

    એક્ટર સુશાંત સિંહના મૃત્યુને ત્રણ વર્ષ થઈ ગયા સુશાંત કેસમાં સીબીઆઈ પાસે પુરાવા હોવાનો દાવો

    Shukhabar DeskBy Shukhabar DeskJune 29, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને ત્રણ વર્ષ થઈ ગયા છે. પરંતુ હજુ સુધી આ મામલે તપાસ ચાલી રહી છે. અભિનેતા ૧૪ જૂન ૨૦૨૦ના રોજ તેના મુંબઈના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. સુશાંતના મૃત્યુ બાદ તેના ચાહકો સતત અભિનેતા માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. તેઓ અવારનવાર સોશિયલ મીડિયા પર આ અંગે ટ્રેન્ડ ચલાવે છે. અભિનેતાના મૃત્યુ પહેલા તેની મેનેજર દિશા સાલિયને પણ બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. હવે ત્રણ વર્ષ બાદ બંનેના મોત અંગે એક નવું અપડેટ સામે આવ્યું છે. હકીકતમાં હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે સુશાંતના કેસ વિશે વાત કરી છે. તેણે કહ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયાનના મોતના મામલામાં પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે. તમામ પુરાવા એકત્ર થતાં જ અમે મામલાને ફરી આગળ વધારીશું. ડેપ્યુટી સીએમએ વધુમાં કહ્યું હતું કે, જ્યારે લોકોએ કહ્યું કે અમારી પાસે આ કેસમાં આટલા બધા પુરાવા છે, તો અમે કહ્યું કે પુરાવાઓ સબમિટ કરો, અમે તમારા પુરાવાઓની હકીકત તપાસીશું. જાે પુરાવા સાચા હશે તો આગળ વધીશું. અમે એવા લોકોને બોલાવ્યા છે જેમણે ગમે તેવો દાવો કર્યો છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. કેટલાક પુરાવા નોંધવામાં આવ્યા છે અને કેટલાક હજુ પણ ચાલુ છે. આવી સ્થિતિમાં, પરિણામો પર ટિપ્પણી કરવી ખૂબ જ વહેલું છે.
    સોશિયલ મીડિયા પર પણ આ અંગે વિવિધ પ્રકારની વાતો ચાલી રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે ત્રણ વર્ષમાં પણ પ્રાથમિક પુરાવા એકત્ર થયા નથી. લોકો કહે છે કે આ માત્ર રાજકારણ છે. નોંધનીય છે કે સુશાંતના મૃત્યુ બાદ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર અભિનેતાને ડ્રગ્સ આપવાનો આરોપ લાગ્યો હતો. આ પછી રિયા ચક્રવર્તીને જેલમાં પણ જવું પડ્યું હતું. આ સિવાય ડ્રગ્સ કેસમાં ઘણા સ્ટાર્સની પણ પૂછપરછ કરવામાં આવી હતી

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    PM Modi On Operation Sindoor: પીએમ મોદીએ ગુજરાતમાંથી પાકિસ્તાનને ફરી ચેતવણી આપી

    May 26, 2025

    Rajiv Gandhi Death Anniversary: રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતાં રાહુલ ગાંધી થયા ભાવુક

    May 21, 2025

    Jyoti Malhotra Spying: ‘જ્યોતિ જાસૂસ’ કેસમાં પાકિસ્તાની મક્કમ યોજના: 5 મોટા ખુલાસાઓ

    May 19, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.