Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ઈસરો-નાસાના સંયુક્ત મિશન પર મોટા સમાચાર નિસાર ઉપગ્રહ ૨૦૨૪ની શરુઆતમાં લોન્ચ કરાશે
    India

    ઈસરો-નાસાના સંયુક્ત મિશન પર મોટા સમાચાર નિસાર ઉપગ્રહ ૨૦૨૪ની શરુઆતમાં લોન્ચ કરાશે

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 14, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારત અને અમેરિકા આગામી સ્પેસ મિશન માટે ભારતીય સ્પેસ ઓર્ગેનાઇઝેશન એટલે ઇસરો (ઈસરો) અને અમેરિકન સ્પેસ ઓર્ગેનાઇઝેશન નાસા (નાસા) ના સંયુક્ત મિશન નિસાર સેટેલાઇટને લઇને મોટા સમાચાર આવી રહ્યા છે. નિસાર ઉપગ્રહના બે મહત્વના ભાગ જાેડવામાં આવ્યા છે. નિસાર ઉપગ્રહ ૨૦૨૪ની શરુઆતમાં લોન્ચ કરવામાં આવશે. ભારત અને અમેરિકાએ સાથે મળીને નાસા-ઇસરો સિંથેટિક અર્પચર રડાર એટલે કે નિસાર ઉપગ્રહ તૈયાર કર્યો છે. ઇસરો અને નાસાનું આ સંયુક્ત અભિયાન ભારત અને અમેરિકાની મૈત્રીનું વધુ એક ઉદાહરણ છે.

    પહેલાં તબક્કામાં ઇસરોએ નિસાર ઉપગ્રહ બનાવવાનું કામ કર્યું. અને ૨૦૨૩માં આ ઉપગ્રહ સરકારને સોંપવામાં આવ્યો. ત્યાર બાદ બેંગલુરુમાં નિસાર ઉપગ્રહને વિકસાવવાનું કામ ઇસરો દ્વારા ચાલી રહ્યું છે. પૃથ્વીની જમીન અને બરફના પૃષ્ઠભાગના હલનચલનનો ખૂબ જ ઝીણવટથી અભ્યાસ કરવા માટે નાસા અને ઇસરો સયુંક્ત રીતે નિસાર ઉપગ્રહ વિકસાવી રહી છે.નિસાર સેટલાઇટ પૃથ્વીના દરેક ભાગ પર દર ૧૨ દિવસે એકવાર નિરિક્ષણ કરશે. જેને કારણે પૃશ્વીના હવામાનના યોગ્ય અવલોકન સાથે જમીન, જંગલ અને ખેતી લાયક જમીનની ગતિશીલતા સમજવામાં પણ મદદ થશે.

    નિસાર ઉપગ્રહને કારણે વિશ્વને કુદરતી આફત પહેલાં માહિતી મળશે. કૃષિ ક્ષેત્રે પણ આ ઉપગ્રહ મહત્વનો ભાગ ભજવશે. નિસાર ઉપગ્રહ પૃથ્વીના પૃષ્ઠભાગનું સંપૂર્ણ વિશ્લેષણ કરી માહિતી ભેગી કરશે. આનો ઉપયોગ કુદરતી આફતો, ભૂસ્ખલન પ્રણવ ક્ષેત્ર શોધવા તથા કૃષિ જેવા અનેક કાર્યો માટે કરવામાં આવશે. ૨૦૨૪માં નિસાર ઉપગ્રહનું પ્રક્ષેપણ થવાની શક્યતાઓ છે. શ્રીહરીકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી નિસાર સેટેલાઇટ અવકાશમાં છોડવામાં આવશે.

    આ સેટેલાઇટના રડાર ઇન્સ્ટ્રૂમેન્ટ પેલોડમાં બે રડાર પ્રણાલી છે. એસ-બેન્ડ રડાર પીક રચના જમીન અને બરફાળ પૃષ્ઠભાગોનું નિરિક્ષણ કરવામાં મદદ કરશે. જ્યારે એલ બેન્ડ રડાર અન્ય અન્ય નિરિક્ષણો સાથે વૃક્ષવાળી જમીનનો અભ્યાસ કરી ત્યાંની માહિતી ભેગી કરશે. એસ-બેન્ડ સિગ્નલની લંબાઇ આશરે ૪ ઇંચ (૧૦ સેન્ટીમીટર) અને એલ –બેન્ડ સિગ્નલની લંબાઇ આશરે ૧૦ ઇંચ (૨૫ સેન્ટીમીટર) છે. બંને સેન્સર વાદળમાંથી સ્પષ્ટરીતે જાેઇ શકે છે. અને દિવસ રાત માહિતી ભેગી કરી શકે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.