Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»આખરે મુંબઇમાં થયું ચોમાસાનું આગમન મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘમલ્હાર ઃ ભારે વરસાદનું એલર્ટ
    Gujarat

    આખરે મુંબઇમાં થયું ચોમાસાનું આગમન મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘમલ્હાર ઃ ભારે વરસાદનું એલર્ટ

    Shukhabar DeskBy Shukhabar DeskJune 25, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    આજથી મુંબઈમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. આજે અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈમાં ચોમાસુ ૨૪મી સુધીમાં પહોંચે તેવી આગાહી કરી હતી. મહારાષ્ટ્રમાં જે વરુણ રાજાની સૌને રહ્યાં હતા તે આખરે સક્રિય થઈ ગયા છે. કોંકણ બાદ આજે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. ચોમાસુ હવે વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. હવામાન વિભાગે માહિતી આપી હતી કે આગામી ૨ દિવસમાં ચોમાસું રાજ્યમાં પ્રવેશ કરશે. કેરળમાં મોનસૂનના મોડા આગમને કારણે દરેક જગ્યાએ મોનસૂનના આગમને વિલંબ થયો છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે, ચોમાસાએ હવે વેગ પકડ્યો છે. છેલ્લા ૧૫ દિવસથી ચોમાસાની રાહ જાેઈ રહેલા ખેડૂતો અને સામાન્ય જનતા માટે આ સમાચાર રાહતરૂપ છે. કારણ કે, હવે ચોમાસું સક્રિય થઈ ગયું છે. ચોમાસું દર વર્ષે ૭ જૂને મહારાષ્ટ્રમાં પ્રવેશે છે. જાેકે, આ વર્ષે ૧૧ જૂનથી તેમાં વિલંબ થયો છે. ચક્રવાત બાયપરજાેયે ચોમાસાની ગતિને અટકાવી દીધી હતી. પરંતુ, હવે ચોમાસું ફરી સક્રિય થયું છે અને આગામી ૨ દિવસમાં ચોમાસું મહારાષ્ટ્ર પ્રવેશ કરશે તેવી માહિતી હવામાન વિભાગે આપી હતી છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે આગામી ૪ અઠવાડિયામાં દેશભરમાં ચોમાસનું આગમન થઇ ચૂક્યું હશે. ભારતીય હવામાન વિભાગ પુણેના વડા કે. એસ. હોસાલીકરના જણાવ્યા અનુસાર વિદર્ભના કેટલાક ભાગોમાં આજે ચોમાસું આવી ગયું છે. આગામી ૩-૪ દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેલંગાણાના અન્ય ભાગોમાં દક્ષિણ-પશ્ચિમમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થઇ જશે. આ દરમિયાન કેરળમાંથી ચોમાસાએ આગળ વધવાનું શરૂ કર્યું હતું. ચોમાસાએ હવે કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશના મોટાભાગના વિસ્તારોને આવરી લીધા છે. આટલું જ નહીં ચોમાસું ઓડિશા, છત્તીસગઢના કેટલાક ભાગોમાં પણ પ્રવેશ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશના ભાગોમાં પણ પહોંચી જશે. વિદર્ભના અનેક જિલ્લાઓમાં આજે ભારે વરસાદ પડ્યો હતો. અમરાવતી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. આ વર્ષે ચોમાસામાં વિલંબ થતા ધરતીપુત્રો પણ ચિંતિત હતા. જાે કે વિદર્ભમાં ચોમાસાના પ્રથમ વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાયો છે. પશ્ચિમ વિદર્ભના ઘણા જિલ્લાઓમાં પણ વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ છે. આજે ઉપનગરો, થાણે, નવી મુંબઈ જેવા મહત્ત્વના શહેરો સહિત મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો. કલ્યાણ-ડોમ્બિવલીમાં પણ ભારે વરસાદ થયો હતો. અંબરનાથમાં પણ વરસાદ શરૂ થયો હતો. સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને ઉલ્હાસનગર, અંબરનાથ, બદલાપુર અને ગ્રામીણ વિસ્તારોમાં અચાનક વરસાદ શરૂ થયો હતો. રત્નાગીરી જિલ્લામાં પણ ભારે વરસાદ થયો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025

    India Rare Earth Reserves: દુર્લભ પૃથ્વી તત્વોમાં નવી મહાસત્તા બનવાનું ભારતનું ધ્યેય

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.