Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»અમેરિકાના ટેક્સાસમાં ગુરુ પૂર્ણિમાના અવસર પર એક ઐતિહાસિક કાર્યક્રમ યુએસમાં ૧૦,૦૦૦ લોકોએ એકસાથે ભગવદ ગીતાનો પાઠ કર્યો
    WORLD

    અમેરિકાના ટેક્સાસમાં ગુરુ પૂર્ણિમાના અવસર પર એક ઐતિહાસિક કાર્યક્રમ યુએસમાં ૧૦,૦૦૦ લોકોએ એકસાથે ભગવદ ગીતાનો પાઠ કર્યો

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 4, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    યોગ સંગીતા અને એસજીએસ ગીતા ફાઉન્ડેશન દ્વારા ટેક્સાસના એલન ઈસ્ટ સેન્ટરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પહેલી વખત ૧૦,૦૦૦ લોકોએ એકસાથે ભગવદ ગીતાનો પાઠ કર્યો હતો. ભગવદ ગીતા પારાયણ યજ્ઞના શિર્ષક હેઠળ આયોજિત આ કાર્યક્રમના દ્રશ્યોએ લોકોને ભાવ વિભોર અને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

    આ કાર્યક્રમ માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. સ્ટેજ પર મોટી સ્ક્રીન પર મહાભારતનું દ્રશ્ય બતાવવામાં આવ્યુ હતુ. જેમાં ભગવાન કૃષ્ણ તેમના વિરાટ સ્વરૂપમાં અર્જુનને શ્રીમદ ભગવદ ગીતાનું જ્ઞાન આપતા નજરે પડ્યા હતા. મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવદ ગીતાની રચના થઈ હતી. અર્જુને યુદ્ધ કરવાનો ઇનકાર કર્યો હતો ત્યારે ભગવાન કૃષ્ણે તેને કર્મ અને ધર્મના સાચા જ્ઞાન વિશે માહિતગાર કર્યો હતો.

    ભગવદ ગીતામાં કુલ ૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોક છે. ટેકસાસમાં યોજાયેલા ગીતા પાઠના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના બાળકોએ ભાગ લીધો હતો.
    યુએસમાં આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ હતો અને તેની પાછળનો હેતુ અમેરિકામાં લોકોને હિંદુ સંસ્કૃતિની સાથે ગીતા વિશે જાણકારી આપવાનો અને જાગૃતિ ફેલાવવાનો હતો. અમેરિકામાં ૩૦ લાખથી વધુ હિન્દુઓ રહે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Turkiye દેશના લોકો ચાને પાણીની જેમ પીવે છે

    May 20, 2025

    China Government: આર્થિક સહાયના નામે પાકિસ્તાન પર ખર્ચ કરીને ચીન પોતાના જ ખજાનાને કરી રહ્યો છે ખાલી

    May 20, 2025

    Anwar Bin Ibrahim PM Narendra Modi Friendship: ઇજાને લઈને આ મુસ્લિમ દેશમાં કર્યું મોટું એલાન

    May 20, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.