આગામી ચારથી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વરસાદ રહેવાની આગાહી છે, હવામાન વિભાગે કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની આગાહી થવાની સંભાવના વ્યક્ત કરી છે.
ડૉ. મોહંતીએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ આગામી દિવસોમાં પણ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, ૨૪ કલાકમાં સમગ્ર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ રહેશે. આ સાથે કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આ સિવાય કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સિવાય કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે. ૧૦મી જુલાઈના રાજ્યના હવામાન અંગે આગાહી કરીને ડૉ. મોહંતીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું જાેર ઘટી જશે, પરંતુ રાજ્યના અન્ય ભાગોમાં એકાદ જગ્યા પર ભારે વરસાદ રહેવાની શક્યતાઓ છે પરંતુ હળવો વરસાદ રહી શકે છે. આ પછી સમગ્ર ગુજરાતમાં વરસાદનું જાેર ઘટવાની સંભાવનાઓ છે. ૧૧ જુલાઈથી વરસાદમાં મોટો ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
જાેકે, સૌરાષ્ટ્ર સિવાયના એકાદ ભાગમાં ભારે વરસાદ થવાાની સંભાવાનાઓ છે. ૧૨મી તારીખથી વરસાદ સાવ ઘટી જશે અને અમુક જગ્યાઓ પર હળવાથી સામાન્ય વરસાદ રહી શકે છે. ૧૧ જુલાઈથી વરસાદમાં મોટો ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જાેકે, સૌરાષ્ટ્ર સિવાયના એકાદ ભાગમાં ભારે વરસાદ થવાની સંભાવાનાઓ છે. ૧૨મી તારીખથી વરસાદ સાવ ઘટી જશે અને અમુક જગ્યાઓ પર હળવાથી સામાન્ય વરસાદ રહી શકે છે. અમદાવાદ અને ગાંધીનગર માટે આગાહી કરીને ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, ૨૪ કલાક દરમિયાન વરસાદના અમુક સ્પેલ (વિવિધ તબક્કા)માં રહી શકે છે, આ દરમિયાન કેટલાક ભારે વરસાદના સ્પેલ પણ રહી શકે છે.
એટલે કે આજે અમદાવાદ તથા ગાંધીનગરમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ તૂટી પડે તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.માછીમારોને આગામી ૨૪ કલાક માટે ચેતવણી આપતા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતનો દરિયો તોફાની રહી શકે છે, દરિયામાં કરંટની સાથે ભારે પવન રહેવાની પણ શક્યતાઓ છે, આ માટે માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.