ની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં ખટોદરા રાયકા સર્કલ પાસે મોબાઈલ સ્નેચિંગની વિચિત્ર ઘટના સામે આવી છે. ૨ ચોર આ સર્કલ પાસે એક કારીગરનો મોબાઈલ ચોરી બાઈક પર ભાગી રહ્યા હતા. તેવામાં સ્થાનિકોએ જ તેમને દાવ કરી દીધો હતો. નોંધનીય છે કે યુવકો મોબાઈલ ચોરી ફરાર થતા હતા ત્યારે તેમનું બાઈક સ્લીપ થઈ ગયું હતું. જાેતજાેતામાં સ્થાનિકો પાસે આવતા તેઓ ફરાર થઈ ગયા હતા. પરંતુ પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ બાઈક તો તેના મિત્રનું હતું. અને પછી આ સમગ્ર ઘટનાક્રમ પરથી પડદો ઉઠ્યો હતો.
મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના ૨ સભ્યોએ પોતાના મિત્રએ લીધેલું નવું બાઈક ચલાવવા માટે માંગ્યું હતું. તેના મિત્રએ પણ આ બંનેને પોતાનું બાઈક આપી દીધું હતું. જાેકે આ દરમિયાન એક રાઈડ લેવાનું કહી આ ૨ મોબાઈલ ચોરો મિત્રના બાઈક પર મોબાઈલ ચોરી કરવા નીકળ્યા હતા. તેમણે આ દરમિયાન ખટોદરા રાયકા સર્કલ પાસે વહેલી સવારે જ એક કારીગરનો મોબાઈલ ચોરી લીધો હતો. જાેતજાેતામાં તેઓ આ ચોરી કરી ફરાર થવાની તાકમાં જ હતા.
આ ૨ શખસોએ કારીગરનો મોબાઈલ ઝૂંટવી પણ લીધો હતો. જાેતજાેતામાં બાઈક ચાલકે નવું બાઈક પૂર ઝડપે દોડાવ્યું હતું. ફૂલ રેસ મારીને તે મિત્રએ બાઈક દોડાવી મૂક્યું હતું. પરંતુ આ દરમિયાન તેઓ રસ્તા વચ્ચે જ બાઈક સ્લિપ થઈ જતા જમીન પર ઢળી પડ્યા હતા. જેમાં તેમને શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાેકે સ્થાનિકોએ તેમને મેથીપાક ચખાડવા દોટ મૂકી એટલે આ ૨ શખસો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જાેકે પોતાના મિત્રનું બાઈક પણ અહીં મૂકી ફરાર થઈ ગયા હતા.પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ૨ મોબાઈલ ચોર બાઈક મૂકી ફરાર થઈ જતા સ્થાનિકો ગુસ્સે થઈ ગયા હતા. જાેતજાેતામાં સ્થાનિકોએ ગુસ્સામાં તેમના નવા બાઈક પર આગ ચાંપી દીધી હતી. જાેતજાેતામાં ટોળાએ બાઈકને નુકસાન પહોંચાડી ફૂંકી માર્યું હતું. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગળ સમગ્ર ઘટનાક્રમની તપાસ કરવા લાગી હતી. તેમને આ બાઈક જેના નામે રજિસ્ટર હતુ તેના ઘરે દરોડો પાડ્યો હતો.
પોલીસ ત્યારપછી બાઈકના માલિકના ઘરે પહોંચી હતી. જાેતજાેતમાં આ યુવકે પોલીસને જણાવી દીધું કે મારા મિત્રોને મેં બાઈક આપ્યું હતું. તેમને મેં બાઈક પરત માગવા માટે અનેક ફોન કોલ કર્યા છે પરંતુ તેઓ મને જવાબ આપી રહ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાક્રમ જણાવતા યુવકને આઘાત લાગ્યો હતો. પોતાનું નવું બાઈલ ચોરીમાં ઉપયોગ થયું અને બાદમાં સ્થાનિકોએ સળગાવી દેતા તે ઉદાસ થઈ ગયો હતો. જાેકે પોલીસે હવે આ ૨ ફરાર મિત્રોની તપાસ શરૂ કરી દીધી છે.