Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»૨૦૨૦માં પોલીસની રેડમાં મારામારી કરી હતી સિંગાપુરમાં પોલીસ સાથે મારામારી બદલ ભારતીય મૂળના શખ્સને ૧૦ વર્ષની જેલ
    India

    ૨૦૨૦માં પોલીસની રેડમાં મારામારી કરી હતી સિંગાપુરમાં પોલીસ સાથે મારામારી બદલ ભારતીય મૂળના શખ્સને ૧૦ વર્ષની જેલ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 11, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સિંગાપુરમાં ભારતીય મૂળના એક વ્યક્તિને ૧૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે તેમજ ૪૦૦૦ ડોલરનો દંડ પણ કરવામાં આવ્યો છે. જેને દોષી કરાર અપાયો છે તેનુ નામ નિખિલ દુર્ગડે છે.
    તેના પર આરોપ છે કે, ૨૦૨૦માં પોલીસની રેડ દરમિયાન તેણે પોલીસ અધિકારી સાથે મારપીટ કરી હતી અને પોલીસ અધિકારીને મુક્કા અને લાતો મારી હતી.તેના પરના આઠ આરોપો સાબિત થયા છે. જેમાં સરકારી કર્મચારીના કામમાં દખલ કરવાનો, તેને ઈજા પહોંચાડવાનો, ગાંજાે સાથે રાખવાનો અને મેથામફેટામાઈનનુ સેવન કરવાના આરોપનો સમાવેશ થાય છે.

    મીડિયા રિપોર્ટ પ્રમાણે તેના પર કુલ તો ૧૫ આરોપ લાગ્યા હતા.
    કોર્ટે ચુકાદામાં કહ્યુ હતુ કે, નિખિલે પોલીસ અધિકારી સામે અપમાનજનક શબ્દોનો પણ પ્રયોગ કર્યો હતો.
    આખી ઘટના એવી હતી કે, ૨૦૨૦માં ૩ પોલીસ અધિકારીઓ છેતરપિંડીના મામલાની તપાસ માટે નિખિલ અને તેના સાગરિતોની પૂછપરછ કરવા માટે ગયા હતા ત્યારે તેમણે પોલીસ અધિકારીઓ પર હુમલો કરી દીધો હતો. બાદમાં નિખિલ સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ તેને ધરપકડ કરીને લઈ ગઈ ત્યારે તપાસમાં ખબર પડી હતી કે, તેણે મેથામફેટામાઈનનુ સેવન કરેલુ હતુ.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Taiwan China tension news:તાઇવાન સંરક્ષણ મંત્રાલય અપડેટ

    July 2, 2025

    Waterfalls near Varanasi:વારાણસીથી 100 કિમીની અંદરના પર્યટન સ્થળ

    July 1, 2025

    Sawan Mehndi Design:સાવન માટે 6 સુંદર અને સરળ અરબી મહેંદી ડિઝાઈન્સ

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.