ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી યુવાન લોકોમાં હાર્ટ એટેકના કિસ્સા મોટા પ્રમાણમાં વધી રહ્યાં છે. ક્યારેક જીમમાં કસરત કરતા તો ક્યારેક કોઈ કામ કરતા અચાનક હાર્ટ એટેક આવે છે અને યુવા લોકો પણ હાર્ટ એટેકને કારણે પોતાનો જીવ ગુમાવે છે. હાર્ટ એટેકના વધી રહેલા કિસ્સા ચિંતાનો વિષય છે. રાજ્યમાં હાર્ટ એટેકને કારણે વધુ એક યુવકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજ્યમાં છેલ્લાં ૨૪ કલાકમાં હાર્ટ એટેકને કારણે બે યુવાનોના મોત થયા છે.
આણંદ જિલ્લાના ઓડ ગામ ગામે ૨૨ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. બાથરૂમમાં સ્નાન કરવા ગયેલા યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. તે બાથરૂમમાં ઢળી પડ્યો હતો. પરિવારજનોએ યુવકને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવકનું નામ જીલ ભટ્ટ હોવાનું સામે આવ્યું છે.
આજકાલ વાયરલ વીડિયોમાં તમે એવુ જાેતા હશો કે, કેટલાક લોકો પ્રસંગોમાં ઢળી પડે છે, તો કેટલાક ચાલતા ચાલતા મોતને ભેટે છે. તો કેટલાકને નાટકોમાં રોલ ભજવતા સમયે હાર્ટ એટેક આવે છે. ત્યારે જાે તમે પણ એવુ વિચારો છો કે તમારી સાથે આવુ ન થાય તો આજથી જ તકેદારી રાખવાની શરૂઆત કરી દો. આ ઘટનાઓ મતલબ હાર્ટ એટેક. આજકાલ હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં જાે તમે નાની ઉંમરમાં હાર્ટ એટેકનો શિકાર થવા ન માંગતા હોવ તો આજથી જ કેટલાક નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દો.
હાર્ટ એટેકને લગતા આંકડા મુજબ, સ્ત્રીઓ કરતાં પુરુષોને હાર્ટ એટેકનું જાેખમ વધારે છે. જાે તમે ધૂમ્રપાન કરો છો, તમને હાઈ બ્લડ પ્રેશર છે, હાઈ કોલેસ્ટરોલ, મેદસ્વીતા છે, તો પછી તમને હાર્ટ એટેક થવાનું જાેખમ વધુ રહેશે. પુરુષોમાં હાર્ટ એટેકનાં લક્ષણો સ્ત્રીઓ કરતા થોડા જુદા હોય છે.