Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»Entertainment»હાઉસફૂલ ૫ની જાહેરાત બાદ પરિવાર સાથે વેકેશન પર નીકળ્યો અક્ષય કુમાર
    Entertainment

    હાઉસફૂલ ૫ની જાહેરાત બાદ પરિવાર સાથે વેકેશન પર નીકળ્યો અક્ષય કુમાર

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 3, 2023Updated:July 4, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દરેક ફિલ્મ સ્ટાર્સ પોતપાતાના કામમાં ઘણા વ્યસ્ત જાેવા મળે છે. એક પછી એક શૂટિંગના કારણે તેઓ કેટલીક વાર રજા પણ માણી નથી શકતા. એવામાં જ્યારે પણ તેમને પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળે છે તો તેઓ વેકેશન માણવા જતા રહે છે. તેવામાં હાલમાં જ અક્ષય કુમારે પોતાની નવી ફિલ્મ હાઉસફૂલ ૫ની જાહેરાત કરી હતી અને હવે તે પરિવાર સાથે વેકેશન પર નીકળી ગયો છે. તે વેકેશન પર ક્યાં જઈ રહ્યો છે તે તો હજી જાણવા નથી મળ્યું, પરંતુ તેના ફોટો અને વીડિયો સામે આવ્યા છે.

    અક્ષય કુમાર હાલમાં જ કુલ લૂકમાં મુંબઈ એરપોર્ટ પર જાેવા મળ્યો હતો, જ્યાં તેની સાથે પત્ની ટિ્‌વન્કલ ખન્ના અને દીકરી નિતારા પણ દેખાઈ હતી. સામાન્ય રીતે અક્ષય કુમાર દીકરી સાથે ક્યારેય કેમેરાની સામે નથી આવતો, પરંતુ આ વખતે તે દીકરી નિતારા સાથે ફોટોગ્રાફર્સની સામે જાેવા મળ્યો હતો. અત્યારે અક્ષયની દીકરી નિતારાનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. એરપોર્ટ પર અક્ષય કુમાર સ્લિવલેસ જેકેટ અને મેચિંગ ટ્રેક પેન્ટમાં જાેવા મળ્યો હતો. જ્યારે ટિ્‌વન્કલ ખન્નાએ પર્પલ રંગનો શૂટ પહેર્યો હતો. નિતારાની વાત કરીએ તો, તેણે સ્વેટશર્ટ અને જિન્સ પહેર્યું હતું.

    જાેકે, આ કપલ ક્યાં ફરવા ગયું છે. તે હજી સુધી બહાર નથી આવ્યું. અક્ષય કુમારની આવનારી ફિલ્મોની વાત કરીએ તો, ‘હાઉસફૂલ’ ૫ સિવાય તે ઓએમજી ૨માં જાેવા મળશે. તેમાં તેની સાથે પંકજ ત્રિપાઠી મહત્વની ભૂમિકામાં હશે. આ પહેલાની ફિલ્મની વાત કરીએ તો, અક્ષય કુમાર છેલ્લા ઈમરાન હાશ્મી સાથે સેલ્ફી ફિલ્મમાં જાેવા મળ્યો હતો, જે બોક્સઑફિસમાં કંઈ ખાસ પ્રદર્શન નહતી કરી શકી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    ગીત “ઝાંઝરિયા'”ખૂબ જ હિટ રહ્યું હતું એક ગીત માટે કરિશ્મા કપૂરે બદલવા પડ્યા હતા ૩૦ વખત કપડા

    September 26, 2023

    ટાઈગર ૩ દિવાળી પર ૧૦ નવેમ્બરે રિલીઝ થશે સલમાન ખાન અને કેટરીનાની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે

    September 26, 2023

    જીવનમાં ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો છે ફિરોઝ ખાને પોતાના કામના દમ પર ઈન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ બનાવી હતી

    September 26, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version