Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»હાઈવે પર બનેલી એરસ્ટ્રીપનો ઉપયોગ ફાઈટર જેટ માટે કરાશે દેશમાં હાઈવે પર ૩૫ એરસ્ટ્રીપ્સ બનાવવાનું કેન્દ્ર સરકારનું લક્ષ્ય
    India

    હાઈવે પર બનેલી એરસ્ટ્રીપનો ઉપયોગ ફાઈટર જેટ માટે કરાશે દેશમાં હાઈવે પર ૩૫ એરસ્ટ્રીપ્સ બનાવવાનું કેન્દ્ર સરકારનું લક્ષ્ય

    Shukhabar DeskBy Shukhabar DeskJune 28, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કેન્દ્ર સરકારે દેશભરમાં હાઈવે પર ૩૫ એરસ્ટ્રીપ્સ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે જેમા જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા અને પંજાબમાં ઇમરજન્સી લેન્ડિંગ માટે આવી એરસ્ટ્રીપ્સ તૈયાર કરવામાં આવી રહી છે.
    હવે દેશભરમાં વ્યૂહાત્મક મહત્વ અને ભૌગોલિક જરૂરિયાતો અનુસાર નેશનલ હાઈવેને રનવે તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. આ માટે કેન્દ્ર સરકાર દેશભરમાં નેશનલ હાઈવે પર ૩૫ એરસ્ટ્રીપ્સ બનાવવામાં આવી રહી છે જેથી ઈમરજન્સી દરમિયાન ફાઈટર જેટ લેન્ડ થઈ શકે. ખાસ કરીને દેશના સરહદી રાજમાર્ગો પર એરસ્ટ્રીપ બનાવવા પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે કટોકટીની સ્થિતિમાં હાઈવે પર ટ્રાફિકની અવરજવર બંધ કરી દેવામાં આવશે અને હાઈવે પર બનેલી એરસ્ટ્રીપનો ઉપયોગ ફાઈટર જેટ માટે કરવામાં આવશે.
    કેન્દ્ર સરકારે આ માટે દેશભરમાં હાઈવે પર ૩૫ એરસ્ટ્રીપ્સ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે જેમાં જમ્મુ-કાશ્મીરથી લઈને દેશના અનેક રાજ્યોમાં યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. જેમાંથી ૧૫ જેટલા કામો પૂર્ણ થયા છે જ્યારે હજુ કેટલીક એરસ્ટ્રીપ્સ છે જેના માટે એરફોર્સ પાસેથી મંજૂરી લેવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે તેમણે આ માટે વડાપ્રધાન મોદીને પણ વિનંતી કરી છે. જેથી એરસ્ટ્રીપ બનાવવામાં કોઈ અડચણ ન આવે નહીં.
    કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે આ એરસ્ટ્રીપનો ઉપયોગ એ જ રીતે કરવામાં આવશે જે રીતે ટ્રેન આવે ત્યારે રેલવે ફાટક બંધ કરવામાં આવે છે તેમજ ટ્રેન જતી રહ્યા બાદ જ તેને ખોલવામાં આવે છે અને ટ્રાફિક શરૂ થાય છે. હાઈવે પરની એરસ્ટ્રીપ એવી રીતે તૈયાર કરવામાં

    આવી છે કે ઈમરજન્સીની સ્થિતિમાં ટ્રાફિકને રોકીને વિમાનનું લેન્ડિંગ અને ટેક-ઓફ થઈ શકે.
    રાજસ્થાનમાં વર્ષ ૨૦૨૧માં નેશનલ હાઈવે પર પ્રથમ ઈમરજન્સી એરસ્ટ્રીપ શરૂ કરવામાં આવી હતી જેનું ઉદ્‌ઘાટન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ એરફોર્સના સી-૧૩૦જેસુપર હર્ક્‌યુલસથી ઉતરાણ કરીને કર્યું હતું.
    જમ્મુ અને કાશ્મીરમાં બિજબેહારા-ચિનાર બાગ હાઈવે, દિલ્હીમાં દિલ્હી-મુરાદાબાદ હાઈવે, ઉત્તરાખંડમાં રામપુર-કાઠગોદામ હાઈવે, ઉત્તર પ્રદેશમાં લખનઉ-વારાણસી હાઈવે, બિહારમાં કિશનગંજ-ઈસ્લામપુર હાઈવે, ઝારખંડમાં જમશેદપુર-બાલાસોર હાઈવે, પશ્ચિમ બંગાળમાં ખડગપુર-કિયોંઝર હાઇવે, આસામમાં મોહનબારી-તિનસુકિયા હાઇવે, ઓડિશામાં છતરપુર-દિઘા હાઇવે, રાજસ્થાનમાં ફલોદી-જેસલમેર હાઇવે, ગુજરાતમાં દ્વારકા-માળિયા હાઇવે, આંધ્રપ્રદેશમાં વિજયવાડા-રાજમુન્દ્રી હાઇવે અને તમિલનાડુમાં ચેન્નઇ-પુડુચેરી હાઇવે પર એરસ્ટ્રીપ્સ બનાવવામાં આવી રહી છે.
    નેશનલ હાઈવે પર એરસ્ટ્રીપનો ફાયદો એ થશે કે ઈમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક મોબિલાઈઝેશન થઈ શકશે. ખાસ કરીને યુદ્ધની સ્થિતિમાં સરહદી વિસ્તારોમાં પહોંચવામાં સરળતા રહેશે. ભારત વિશ્વના એવા કેટલાક દેશોમાંથી એક છે જ્યાં હાઈવે પર એરસ્ટ્રીપ બનાવવામાં આવી છે.
    યમુના એક્સપ્રેસ વે પર ૨૧મે ૨૦૧૫ના રોજ મિરાજ-૨૦૦૦નું લેન્ડિંગ થયુ હતું. આ પહેલીવાર હતું જ્યારે ભારતીય વાયુસેનાએ ફાઈટર પ્લેનને રોડ પર લેન્ડ કર્યું હતું. આ ઉપરાંત ૨૧ નવેમ્બર ૨૦૧૬ના રોજ લખનઉ-આગ્રા એક્સપ્રેસ વેના ઉદ્‌ઘાટન દરમિયાન મિરાજ અને સુખોઈ અહીં નીચે ઉતર્યા હતા. જ્યારે ૨૪ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર વાયુસેનાનું સૌથી મોટું ટચડાઉન થયું જ્યા અહીં સુપર હરક્યુલસ સહિત ૧૭ ફાઈટર પ્લેન લાવવામાં આવ્યા હતા. બાડમેરમાં નેશનલ હાઈવે ૯૨૫છ પર ૯ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ સી-૧૩૦ જેસુપર હર્ક્‌યુલસ સુખોઈ-૩૦ અને જગુઆરનું લેન્ડિંગ કરાયું હતું. ત્યારબાદ પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ૨૪ જૂને સુખોઈ, મિરાજ જેવા ફાઈટર જેટ્‌સે ટચડાઉન કર્યું અને ઘણા સ્ટંટ બતાવ્યા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Jammu Police દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર, લોકોને સતર્ક રહેવાની અપીલ

    May 10, 2025

    Indian Army Press Conference: કર્નલ સોફિયાએ MEA પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- PAK દ્વારા કરવામાં આવેલા બધા હુમલા નિષ્ફળ ગયા

    May 10, 2025

    PIB fact check: પાકિસ્તાને ભારતીય પાયલટને પકડ્યો? ફાઈટર જેટ ક્રેશ થયો? PAКના 3 દાવાઓ, PIB ફેક્ટ ચેક દ્વારા પોલ ખોલી

    May 10, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.