રાજસ્થાનની રાજધાની જયપુરના આદર્શ નગર પોલી સ્ટેશને સીકર જિલ્લાના રહેવાસી એક યુવકની ફરિયાદ પર કેસ નોંધી લીધો છે. સીકર જિલ્લાના રીંગસ વિસ્તારમાં રહેતા કાનારામ પોતાની પત્ની રેખાને શોધી રહ્યો છે. તેણે છેલ્લી વાર પોતાની પત્નીને ટ્રાંસપોર્ટ નગર જયપુર વિસ્તારથી દિલ્હીની બેસમાં બેસીને જતાં જાેઈ હતી. પોલીસે તેની ફરિયાદ નોંધી લીધી છે અને પત્નીની તપાસ શરુ કરી દીધી છે. આ સમગ્ર મામલો ચોંકાવનારો છે. આદર્શ નગર પોલીસે જણાવ્યું કે, કાનારામ રીંગ્સ વિસ્તારના રહેવાસી છે.
રીંગસ વિસ્તાર જયપુરના આદર્શ નગર વિસ્તારથી લગભગ ૧૦૦ કિમી દૂર છે. કાનારામ અને તેની પત્ની વચ્ચે થોડા દિવસથી બોલચાલ થતી હતી. પત્નીને ખુશ રાખવા માટે અને ફરવા માટે તેઓ જયપુર આવ્યા હતા. જયપુરમાં શોપિંગ, સારી એવી રેસ્ટોરન્ટમાં લંચ બાદ પતિ-પત્ની આદર્શ નગરમાં આવેલી પિંક સ્ક્વેર મોલમાં આદિપુરુષ ફિલ્મ જાેવાની તૈયારી કરી. બપોરના શો જાેવા માટે પતિ-પત્ની અંદર જતાં રહ્યા. ઈંટરવલમાં પત્નીએ પતિને કહ્યું કે, તેને પાણી પીવું છે અને સિનેમા હોલમાં પોપકોર્ન ખાવા છે.
કાનારામ પત્ની રેખાને ત્યાં મુકીને પાણી અને પોપકોર્ન લેવા જતો રહ્યો. પાછો આવ્યો તો કાંડ થઈ ચુક્યો હતો. પત્નીની સીટ ખાલી હતી. આજૂબાજૂના લોકોને પુછ્યું તો, ખબર પડી કે તે બહાર નીકળી ગઈ. કાનારામે પહેલા તો સિનેમા હોલના તમામ વોશરુમ જાેયા બાદ કોઈને પુછ્યું તો ખબર પડી કે એતો બહાર જતી રહી. કાનારામ દોડતો બહાર આવ્યો. નજીકના ટ્રાંસપોર્ટ નગર ચોક પર પહોંચ્યો. ત્યાં બસ સ્ટોપ છે. જ્યાંથી દિલ્હી, હરિયાણા સહિત અન્ય રાજ્યોની બસ જાય છે. તેને જાેયું કે તેની પત્ની દિલ્હી જતી બસમાં બેસીને રવાના થઈ ગઈ. તેણે તાત્કાલિક બસ રોકવાની કોશિશ કરી. પત્ની પાસે જે ફોન હતો તે પણ બંધ હતો.
બાદમાં પોલીસે કાનારાને પત્નીના પિયર વિશે પુછ્યુ તો ખબર પડી કે તે જયપુરના શાહપુરા વિસ્તારમાં છે. પોલીસ ટીમ ત્યાં પહોંચી અને પુછપરછ કરી તો જાણવા મળ્યું કે, રેખા આ લગ્નથી ખુશ નહોતી, એટલા માટે તે પિયર આવી ગઈ. પોલીસે જણાવ્યું કે, તેમના લગ્ન ૨૫ જૂને થયા હતા. લગ્નના ૭ દિવસ બાદ પતિ-પત્ની ફરવા ગયા અને બહાર નીકળતા જ કાંડ થઈ ગયો.