સ્થાનિક શેરબજારો આજે તેજી સાથે બંધ થયા છે. બીએસઈસેન્સેક્સ ૧૬૪.૯૯ પોઈન્ટ્સ એટલે કે ૦.૨૫ ટકાના વધારા સાથે ૬૫,૫૫૮.૮૯ પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. દિવસના કારોબાર દરમિયાન એક સમયે સેન્સેક્સ ૬૬ હજારને પાર કરી ગયો હતો. તે જ સમયે, એનએસઈનિફ્ટીએ ૧૯૫૫૦ પોઈન્ટની સપાટી વટાવી દીધી હતી. એનએસઈ નિફ્ટી ૨૯.૪૫પોઈન્ટ એટલે કે ૦.૧૫% ના વધારા સાથે ૧૯,૪૧૩.૭૫ ના સ્તર પર બંધ થયો. નિફ્ટી પર ટીસીએસના શેર ૨.૬૦ ટકાના વધારા સાથે બંધ થયા છે.
બીએસઈસેન્સેક્સ પર ટીસીએસના શેરમાં ૨.૪૭ ટકાનો ઉછાળો જાેવા મળ્યો હતો. આ સાથે ઈન્ફોસિસના શેર ૨.૪૦ ટકા, બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેન્ક અને એક્સિસ બેન્ક એક-એક ટકાના વધારા સાથે બંધ થયા હતા.પાવર ગ્રીડ સેન્સેક્સ પર ૩.૩૫ ટકાના નુકસાન સાથે સૌથી વધુ નુકસાનકર્તા હતો. આ સિવાય મારુતિ, એનટીપીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચયુએલ, નેસ્લે ઈન્ડિયા, એસબીઆઈ, કોટક મહિન્દ્રા બેંક, ભારતી એરટેલ, ટાઈટન, એશિયન પેઈન્ટ્સ, જેએસડબલ્યુ સ્ટીલ, સન ફાર્મા અને એચસીએલ ટેકના શેર લાલ નિશાન સાથે બંધ થયા હતા.
આજે બેંક, મેટલ, રિયલ એસ્ટેટ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટરમાં ખરીદી જાેવા મળી હતી. જ્યારે ઓટો, કેપિટલ ગુડ્સ, એફએમસીજી, હેલ્થકેર, ઓઇલ એન્ડ ગેસ અને પાવર સેક્ટરમાં વેચવાલી જાેવા મળી હતી. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫-૦.૫ ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.અમેરિકી ડોલર સામે રૂપિયો ૧૭ પૈસા મજબૂત થઈને ૮૨.૦૭ પર પહોંચ્યો છે. પાછલા સત્રમાં તે ૮૨.૨૪ના સ્તરે બંધ રહ્યો હતો.
એલકેપીસિક્યોરિટીઝના સિનિયર ટેકનિકલ એનાલિસ્ટ રૂપક ડેએ જણાવ્યું હતું કે નિફ્ટી આજે ૧૯,૫૬૭ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો પરંતુ વેચાણના દબાણને કારણે તે ટકી શક્યો નહોતો.