Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»Gujarat»સુરેન્દ્રનગર ખાતે એક અકસ્માતમી ગંભીર ઘટના સામે આવી છે ડીસા પાલનપુુર હાઇવે પર ટેન્કર અને ડમ્પર વચ્ચે અકસ્માત બાદ લાગી આગ
    Gujarat

    સુરેન્દ્રનગર ખાતે એક અકસ્માતમી ગંભીર ઘટના સામે આવી છે ડીસા પાલનપુુર હાઇવે પર ટેન્કર અને ડમ્પર વચ્ચે અકસ્માત બાદ લાગી આગ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 13, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બનાસકાંઠામાં ડીસા પાલનપુર હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, ડીસા પાલનપુર હાઇવે પર કેમિકલ ભરેલા ટેન્કર અને ડમ્પર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ટેન્કરમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં એકનું મોત થયું હતું. આગ લાગ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતને પગલે ડીસા પાલનપુર હાઈવે પર વાહનવ્યવહાર ઠપ્પ થયો હતો. આગ લાગતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સુરેન્દ્રનગર ખાતે એક અકસ્માતમી ગંભીર ઘટના સામે આવી છે.

    અહીં બસ સ્ટેન્ડ પાસે એસ.ટી બસ નીચે આવી જતા ટુવ્હીલર ચાલકનુ મોત નિપજયુ છે. આ અકસ્માત અંગે સામે આવેલી વિગતો અનુસાર ટુવ્હીલર ચાલક કાર સાથે અથડાયા બાદ એસ.ટી. બસ નીચે આવી જતા ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો. અકસ્માતને પગલે રસ્તા પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જેને લઈને ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. ગુજરાતની અંદર વિશ્વાસના પુલમાં ભંગાણ પડી રહ્યા છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અનેક પુલમાં તિરાડો પડવાની ઘટનાઓ સામે આવી છે. હવે ફરી એકવાર આવી જ ઘટના વલસાજમાં સામે આવી છે.

    વલસાડના ડુંગરી ખાતે બની રહેલા રેલ્વે ઓવરબ્રિજમાં ભંગાણ પડ્યું હતું અને માટી ધસી પડવાની ઘટના જાેવા મળી હતી. વલસાડના ડુંગરી વિસ્તારમાં કાંઠા વિસ્તારના રહીશોની વર્ષો જૂની માંગણી હતી કે ડુંગરી ખાતે ફાટકની જગ્યાએ રેલ્વે ઓવરબ્રિજ બને અને પ્રજાનો વિશ્વાસ સાર્થક કરવા માટે સરકાર દ્વારા ડુંગળીના ફાટક ઉપર રેલ્વે બ્રિજ બનાવવાની શરૂઆત છ વર્ષ પહેલા કરવામાં આવી હતી. પરંતુ જમીન સંપાદનને લઈને અને અન્ય પ્રશ્નોને કારણે રેલ્વે બ્રિજનું કાર્ય સતત વિવાદોમાં રહ્યું હતું, હાલ કાંઠા વિસ્તારના લોકો માટે આ રેલવે બ્રિજ બને તેની રાહ જાેવાઇ રહી હતી પણ બ્રિજ બને તે પહેલા જ તેમાં ભંગાણ પડતા માટીના રેલા ઉતરી રહ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    મંદિર નજીકની દુકાનોમાં પણ પાણી ભરાયા ભાદરવી પૂનમના દિવસે જ ડાકોર મંદિર થયું જળમગ્ન

    September 29, 2023

    યુવતી ગભરાઇને ભાગી ગઇ હોટલની રૂમમાં અંગતપળો માણતા યુવાનને આવ્યો અચાનક હાર્ટ અટેક

    September 29, 2023

    શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ૪૦ લાખથી વધારે ભક્તોએ માં જગદંબાના દર્શન કર્યા

    September 29, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version