હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, ત્યારે સુરેન્દ્રનગરમાં એવી જ એક ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરમાં અજાણી મહિલા સાથે મિત્રતા કરવી ભારે પડી છે. જેમાં હનીટ્રેપમાં ફસાવી રોકડ રકમની માગની ફરિયાદ નોંધાઇ છે. પાટડીના પીપળી ગામનો યુવક હનીટ્રેપમાં ફસાયો છે. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવ્યા હતા. યુવક પાસેથી ૬ લાખ માગ્યા હતા અને ૮૫,૦૦૦ ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ મામલે યુવતી સહિત કુલ સાત લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પાટડી તાલુકાના પીપળી ગામના યુવાનને હનીટ્રેપમાં ફસાવી રોકડ રકમની માંગ કર્યા અંગે ફરિયાદ નોંધાઈ છે. યુવતીએ સુરેન્દ્રનગર યુવકને બોલાવી અન્ય ચાર યુવકને સાથે રાખી છરી બતાવી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા ૬ લાખની માંગ કરી હતી. જે પૈકી ૮૫ હજાર રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યાર બાદ ફરી વખત પાટડી તાલુકાના બે શખ્શોએ બંદૂક અને છરી વડે ધમકી આપી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા ૩૦ લાખની માંગ કરી હતી. યુવતી સાથે વોટ્સઅપ પર મેસેજ દ્વારા ઓળખાણ થયા બાદ યુવતીએ યુવકને સુરેન્દ્રનગર મળવા બોલાવ્યો હતો. ભોગ બનનાર યુવકે યુવતી સહિત કુલ સાત શખ્સો સામે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.