Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»સુરેન્દ્રનગરમાં અજાણી મહિલા સાથે મિત્રતા કરવી ભારે પડી હનીટ્રેપમાં ફસાવી રોકડ રકમની માગની ફરિયાદ
    Gujarat

    સુરેન્દ્રનગરમાં અજાણી મહિલા સાથે મિત્રતા કરવી ભારે પડી હનીટ્રેપમાં ફસાવી રોકડ રકમની માગની ફરિયાદ

    Shukhabar DeskBy Shukhabar DeskJune 26, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, ત્યારે સુરેન્દ્રનગરમાં એવી જ એક ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરમાં અજાણી મહિલા સાથે મિત્રતા કરવી ભારે પડી છે. જેમાં હનીટ્રેપમાં ફસાવી રોકડ રકમની માગની ફરિયાદ નોંધાઇ છે. પાટડીના પીપળી ગામનો યુવક હનીટ્રેપમાં ફસાયો છે. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવ્યા હતા. યુવક પાસેથી ૬ લાખ માગ્યા હતા અને ૮૫,૦૦૦ ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ મામલે યુવતી સહિત કુલ સાત લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પાટડી તાલુકાના પીપળી ગામના યુવાનને હનીટ્રેપમાં ફસાવી રોકડ રકમની માંગ કર્યા અંગે ફરિયાદ નોંધાઈ છે. યુવતીએ સુરેન્દ્રનગર યુવકને બોલાવી અન્ય ચાર યુવકને સાથે રાખી છરી બતાવી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા ૬ લાખની માંગ કરી હતી. જે પૈકી ૮૫ હજાર રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યાર બાદ ફરી વખત પાટડી તાલુકાના બે શખ્શોએ બંદૂક અને છરી વડે ધમકી આપી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા ૩૦ લાખની માંગ કરી હતી. યુવતી સાથે વોટ્‌સઅપ પર મેસેજ દ્વારા ઓળખાણ થયા બાદ યુવતીએ યુવકને સુરેન્દ્રનગર મળવા બોલાવ્યો હતો. ભોગ બનનાર યુવકે યુવતી સહિત કુલ સાત શખ્સો સામે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025

      Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.