સુરતમાં મોબાઇલ સ્નેચર બેફામ બન્યા હોય તેવા છાશવારે કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે સબ સલામતીના દાવા કરતા સુરતમાં પોલીસના અસ્તિત્વ સામે સવાલો કરતો કિસ્સો સામેં આવ્યો છે. જેમાં ધારાસભ્યની પત્નીનો મોબાઇલ ઝુંટવી આરોપી ફરાર થઇ ગયો હતો. બાદમાં આ મામલે ધારાસભ્ય ડો.તુષાર ચૌધરીએ ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સુરતમાં બેફામ બનેલા ફોન સ્નેચરોએ ખેડબ્રહ્માનાં ધારાસભ્યની સ્ન્છ ડો.તુષાર ચૌધરીનાં પત્ની ડો.દીપ્તિબેન ચૌધરીનો ફોન ઝૂંટવી લીધો હોવાની ઘટના બહાર આવતા ચકચાર મચી છે. જાેગર્સ પાર્ક પાસેથી દીપ્તિબેન ચૌધરી પસાર થઈ રહ્યા હતા આ વેળાએ સ્નેચરો મોબાઈલ ઝુંટવી હવામાં ઓગળી ગયા હતા.
બાદમાં ધારાસભ્ય તુષાર ચૌધરીએ ઉમરા પોલીસ સ્ટેશનમા આજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરતા પોલીસે ફરિયાદના આધારે ગુન્હો દાખલ કરી નજીકના સીસીટીવી તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે આ મામલે તુંષાર ચૌધરીએ પોલીસ કમિશનરને પણ ફરીયાદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઈને લુંટારૂને પકડી પાડવામાં પોલીસને સફળતા મળે છે કે કેમ? તે અંગેની પોલીસની કામગીરી પણ લોકોની મીટ મંડાયેલી છે.
અત્રે નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ જ કાપોદ્રા ચાર રસ્તા ખાતે મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી છે. જેમાં યુવક ફોન પર વાત કરતો હતો આ દરમિયાન બાઇકસવાર બેલડી ઘસી આવી હતી. જે મોબાઈલ સેરવી નાશી ગઇ હતી. સૌરાષ્ટ્રથી સુરત ગયેલા યુવકનો મોબાઈલ ચોરાયાની આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા.