Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»Entertainment»સુનીલે આથિયાને પતિ પર હંમેશા વિશ્વાસ રાખવાની આપી સલાહ
    Entertainment

    સુનીલે આથિયાને પતિ પર હંમેશા વિશ્વાસ રાખવાની આપી સલાહ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 15, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટીએ આ વર્ષના જાન્યુઆરી મહિનામાં બોયફ્રેન્ડ અને ઈન્ડિયન ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કર્યા હતા. લવબર્ડ્‌સે શેટ્ટી પરિવારના ખંડાલા સ્થિતિ ફાર્મહાઉસમાં ઈન્ટિમેટ વેડિંગ કર્યા હતા, જેમાં માત્ર પરિવારના સભ્યો અને ખાસ મિત્રો જ સામેલ થયા હતા. ત્યારથી આથિયા અને કેએલ રાહુલ તેમના જીવનના આ નવા તબક્કાને ખૂબ એન્જાેય કરી રહ્યા છે.

    હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં સુનીલ શેટ્ટી દીકરીને સફળ રિલેશનશિપ માટે ખૂબ જ મહત્વની સલાહ આપી હતી તો જમાઈને પણ વધારે સારો છોકરો ન બનવાની ચેતવણી આપી હતી. જણાવી દઈએ કે, સુનીલ શેટ્ટી કેએલ રાહુલ સાથે સારું બોન્ડિંગ ધરાવે છે. મુંબઈમાં મેચ રમાતી હોય તો તેઓ અચૂક જાેવા જાય છે. ઈન્ટરવ્યૂમાં સુનીલ શેટ્ટીને દીકરી આથિયા શેટ્ટીને કોઈ સલાહ આપવા વિશે કહેવામાં આવ્યું હતું. જેમા જવાબમાં કહ્યું હતું કે, તેમણે તેમની દીકરીને જ્યારે તે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશી ત્યારે સફળતાથી ન ડરવા કહ્યું હતું અને તે નિષ્ફળતાનો સામનો કરવા તૈયાર છે કે કેમ તેમ પણ પૂછ્યું હતું.

    આગળ તેમણે કહ્યું હતું કે ‘બીજું એ, તેવી વ્યક્તિ બનજે જે તેના જીવનસાથી પર વિશ્વાસ કરી જશે. પતિ પર પૂર્ણ ભરોસો રાખજે. ત્રીજું એ કે, કેએલ રાહુલ એથ્લીટ છે. તે ટ્રાવેલ કરતો રહેશે. હંમેશા તું તેની સાથે ટ્રાવેસ નહીં કરી શકે. હંમેશા તેની સાથે રહેજે કારણ કે દરેક એક્ટરની જેમ તેના કરિયરમાં પણ ઉતાર-ચડાવ આવશે. જ્યારે તે સ્કોર કરતો હશે ત્યારે તે દુનિયાના બીજા છેડે હશે. મારા સમયમાં મને સુનીલ ગાવસ્કર પર વિશ્વાસ હતો, હું જીવીશ ત્યાં સુધી તેઓ મારા માટે હીરો રહેશે. હું લડતો હતો. કોઈ પણ મને સમજાવી શકતું નહોતું. છૈં નફરતને કંટ્રોલ કરી રહ્યું છે, પરંતુ વ્યક્તિગત રીતે નહીં. આ ડરામણો સમય છે.

    સુનીલ શેટ્ટીએ જમાઈ કેએલ રાહુલને ચેતવણી પણ આપી હતી અને કહ્યું હતું કે ‘એટલા પણ સારા વ્યક્તિ ન બનવું કે જ્યારે તારી વાત આવે ત્યારે અમે નીચા દેખાઈએ. તું એટલો સારો છોકરો ન બની શકે કે દરેક વ્યક્તિ માને કે આ જ ભલાઈ છે, તું નહીં. ખૂબ જ દયાળુ છોકરો છે તે. હું હંમેશા આથિયાને કહું છું કે તું ધન્ય છે. માત્ર આથિયા જ નહીં પરંતુ મારી પત્ની, મારા માતા અને મારી બહેન પણ રાહુલથી પ્રભાવિત છીએ. વર્ક ફ્રંટની વાત કરીએ તો, સુનીલ શેટ્ટી હાલ અક્ષય કુમાર અને પરેશ રાવલ સાથે કોમેડી ફિલ્મ ‘હેરા ફેરી ૩’ના શૂટિંગમાં વ્યસ્ત છે. બીજી તરફ, આથિયા શેટ્ટી ઘણા સમયથી મોટા પડદા પર દેખાઈ નથી. તો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયો હોવાથી આરામ પર છે. જાે કે, તે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં રમાનારા એશિયા કપ ૨૦૨૩ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ છે, આ સિવાય ભારતમાં યોજાનારા વર્લ્ડ કપમાં પણ તે રમવાનો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    અભિનેતા વિકી કૌશલે કર્યો મોટો ખુલાસો કૌશલે કહ્યું કે તેને કેટરિના સાથે ફિલ્મો કરવાની ઘણી ઓફર મળી છે

    September 29, 2023

    અનિલ કપૂર છે તેમના પિતાના રોલમાં એનિમલમાં રણબીર કપૂરનો અલગ અંદાજ જાેવા મળ્યો

    September 29, 2023

    બગડી ગયો હતો દેખાવ અને ગુમાવી હતી ફિલ્મો પ્રખ્યાત ડાયરેક્ટરે ખોલ્યા એક્ટ્રસ પ્રિયંકા ચોપડાની સર્જરીના સીક્રેટ

    September 29, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version