પબજીની પ્રેમજાળમાં ગેરકાયદેસર રીતે પાકિસ્તાનથી ભારતમાં આવેલી સીમા હૈદરને લઈને પાકિસ્તાન સરકાર તરફથી પહેલી વાર સત્તાવાર પ્રતિક્રિયા આવી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારત સરકારને આ ખબરને પ્રમાણિત કરવા અને સીમાની સલામતી વિશેની જાણકારી આપવા કહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ અનુરોધ કર્યો છે કે, સીમાને તાત્કાલિક ધોરણે ડિપ્લોમેટ સંપર્ક પુરો પાડવામાં આવે. છેલ્લા લગભગ ૧૦ દિવસમાં આ પ્રથમ અવસર છે, જ્યારે પાકિસ્તાની સરકાર તરફથી કોઈ એક્શન લેવાની વાત કરવામાં આવી છે. હાલમાં વિદેશ વિભાગે કહ્યું છે કે, તેને હાલમાં ભારત તરફી જવાબની રાહ છે. વિદેશ મંત્રાલયે પાકિસ્તાન સરકાર તરફથી સીમાને કાઉંસલર એક્સેસ આપવાની વાત પણ કહી છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના આ નિવેદન બાદ ભારત તરફથી તેનો જવાબ શું હશે તેની રાહ જાેવાઈ રહી છે. અહીં ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાનના કરાચીની રહેવાસી ૩૦ વર્ષિય સીમા હૈદરની ૨૦૨૦માં ૨૨ વર્ષના એક ભારતીય યુવક સચિન સાથે દોસ્તી થઈ. પબજી રમતી વખતે બંને એકબીજાની નજીક આવ્યા.ત્યાર બાદ માર્ચમાં તેઓ નેપાળમાં મળ્યા. ત્યાંથી સીમા પોતાના ચાર બાળકો સાથે સચિન સાથે ગ્રેટર નોઈડાના રબૂપુરા વિસ્તારમાં રહેવા આવી ગઈ.
પોલીસને તેની જાણકારી મળતા ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસવા પર ધરપકડ કરી લીધી. બાદમાં જામીન પર તેમના છોડી મુકવામાં આવ્યા. હાલમાં તે સચિન સાથે રહે છે. તો વળી સીમા હૈદરનો પતિ ગુલામ હૈદરનું કહેવું છે કે, તે કરાચીમાં પહેલા રિક્ષા ચલાવતો હતો. બાળકો અને પરિવારના ગુજરાન માટે પૈસા કમાવવા તે સઉદી અરબ ગયો હતો. તેણે પૈસા એકઠા કરીને ઘર ખરીદ્યું હતું. જેને વેચીને સીમા ભારતમાં આવી ગઈ અને પોતાના ચાર બાળકોને પણ સાથે લેતી ગઈ. હવે ગુલામ સતત અપીલ કરી રહ્યો છે કે સીમાને જેલમાં રાખવામાં આવે અને પાકિસ્તાન પાછી મોકલી દેવામાં આવે.