બોલિવૂડ એક્ટર સની દેઓલ હાલ પુત્ર કરણ દેઓલના લગ્નને લઈને ચર્ચામાં છે. ધર્મેન્દ્રના પૌત્રના લગ્નમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. સની દેઓલ અને ધર્મેન્દ્રએ નવી લક્ઝરી કાર ખરીદી છે. પિતા-પુત્ર આ ગાડી સાથે પોઝ આપતા જાેવા મળ્યા છે. કારણકે, ગુરુવારે સની દેઓલ અને ધર્મેન્દ્રનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ તસવીરમાં બંને બ્લૂ કલરની લક્ઝુરિયસ કાર પોર્શે સાથે પોઝ આપતા જાેવા મળ્યા હતા. દેઓલ પરિવારે કઈ નવી કાર ખરીદી છે અને તેની કિંમત કેટલી છે?Automobili Ardent India જણાવ્યા મુજબ, એક્ટર સની દેઓલે નવી લક્ઝુરિયસ કાર 911 GT4 ખરીદી છે. જેની અંદાજિત કિંમત રૂપિયા ૩ કરોડ છે. પણ, હજુ સુધી એક્ટર સની દેઓલે આ અંગે કોઈ ઓફિશિયલ પોસ્ટ કરી નથી. એવું પણ જાણવા મળે છે કે, સની દેઓલને આ પોર્શે 911 GT3ની ડિલિવરી આ વર્ષે જાન્યુઆરીમાં લેવાની હતી. તેણે પરિવાર માટે ૩ કારનો ઓર્ડર પણ આપ્યો હતો. અહીં નોંધનીય છે કે દેઓલ પરિવાર પોર્શે ૯૧૧નો શોખીન છે. ગત વર્ષે સની પોતાની નવી નક્કોર SUV કાર સાથે જાેવા મળ્યો હતો. લેન્ડ રોવર ડિફેન્ડર કારની કિંમત ૧ કરોડ રૂપિયા જેટલી છે.ર સેલિબ્રિટી ફોટોગ્રાફર દ્વારા સનીના આ કારનો વિડીયો શેર કરવામાં આવ્યો હતો. આ કારની ગ્રિલ ઉપર યલો કલરની બો લગાવવામાં આવી હતી. સનીની આ નવી SUV કારનો કલર સફેદ છે, જ્યારે તેની LED હેડલેમ્પ સહિતના નીચેના ભાગ બ્લેક કલરમાં જાેવા મળ્યા હતા.
આજથી ૨૨ વર્ષ પહેલા જ્યારે ફિલ્મ ગદરઃ એક પ્રેમ કથા રીલિઝ થઈ હતી ત્યારે આ ફિલ્મે ધૂમ મચાવી હતી. થિયેટરો હાઉસફુલ થઈ ગયા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. હવે ૨૨ વર્ષ પછી આ ફિલ્મ ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. સની દેઓલ સહિત ફિલ્મની આખી સ્ટાર કાસ્ટે સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કર્યા હતા. આ શેર કરતી વખતે સની દેઓલે લખ્યું કે- એ જ પ્રેમ, એ જ વાર્તા, પરંતુ આ વખતે લાગણી અલગ હશે.