શ્વાન સાથેના અત્યાચાર જાણે દિવસેને દિવસે વધી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. કેરલમાં શ્વાનને પકડીને કઇ રીતે હત્યાં કરવામાં આવે છે તે આપણે વાંચ્યુ જ છે. જે ખૂબ જ દુખદ અને માણસાઇને શર્મશાર કરે તેવુ છે. માણસને પ્રાણીઓ સાથે પહેલેથી જ અલગ નાતો રહ્યો છે ખાસ કરીને શ્વાનને તો માનવીનું સૌથી વફાદાર મિત્ર કહેવામાં આવ્યું છે.
કહેવત છે ને કે, હું માનવી માનવ થાવ તો ઘણું, જેમાં માણસાઇ પહેલાં આવે છે. રસ્તા પર રખડતા કુતરાને લોકો રખડતા સમજીને તેમની સાથે ગંદુ અને મનફાવે તેમ વર્ચતન કરે છે. તેમના ભોજનમાં ઝેર આપીને મારી નાંખવા, કે પછી તેમની હત્યા કરવી, તેમને મારવા,ડરાવવા વગેરે કામો માણસો કરીને પોતાને મહાન સમજવાની ભુલ કરી રહ્યાં છે.
ઇંદોરની એક ઘટનામાં એક શખ્સે માત્ર કુતરુ તેને આવતા જતા રોજ ભસતુ હતુ તે કારણેરસ્તાના શ્વાનને ફાંસી આપીને મોતને ઘાટ ઉતાર્યું છે. ઈન્દોરના બાણગંગા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રાણીઓ પર ક્રૂરતાનો મામલો સામે આવ્યો છે. આ મામલે પોલીસે પીપલ ફોર એનિમલ્સના પ્રિયાંશુ જૈનની ફરિયાદ પર કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
પશુ સાથેની આવી ક્રુરતાના આવા ઘણા કેસ છે તેમની પર જાે કડક કાર્યવાહી કરવામાં આવે તો આવા લોકોને કડક સજા થઇ શકે અને આગળ કોઇ પણ વ્યક્તિ કોઇ પણ પશુ કે પ્રાણી સાથે આવુ કરતા પહેલાં ૧૦૦ વાર વિચાર કરે.
આ મામલે પશુ પ્રેમીઓએ પોલીસમાં ફરિયાદ કરી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ હ્લૈંઇ નોંધી છે.
પીપલ ફોર એનિમલ્સના પ્રિયાંશુ જૈને બાણગંગા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા બચ્ચલાલ યાદવ વિરુદ્ધ ફરિયાદ કરી હતી કે, તેમણે પોતાના સેવા કેન્દ્રમાં કૂતરાને ગળામાં દોરડું બાંધીને લટકાવી દીધું હતું. તેણે પોલીસ સમક્ષ તેની સાથ
સંબંધિત કેટલાક ફોટા પણ રજૂ કર્યા હતા અને તેના આધારે પોલીસે આરોપી બચ્ચલાલ યાદવ સામે પ્રાણી ક્રૂરતા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીને જાેઈને કૂતરો ભસતો હતો અને તેના કારણે તેણે કૂતરા સાથે આવું કૃત્ય કર્યું છે.
આ કેસમાં બાણગંગા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજેન્દ્ર સોનીનું કહેવું છે કે, ફરિયાદી પ્રિયાંશુ જૈનની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.
કેદારનાથ ધામની મુલાકાત દરમિયાન બે લોકોએ ઘોડાને બળજબરીથી બીડી પીવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. બે યુવાનોએ ઘોડાનું મોં ચુસ્તપણે પકડી રાખ્યું અને તેના એક નાક પર હાથ મૂકીને તેને બંધ કરી દીધું.
જ્યારે બીજા નાકમાંથી બીડી ખવડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના દરમિયાન ઘોડો છટપટાવી રહ્યો હતો છતાં પરંતુ યુવકોએ પોતાનું કૃત્ય ચાલુ રાખ્યું હતું. આટલુ જ નહીં કેદારનાથ ધામની મુલાકાતે જતાં યાત્રિકો પણ પોતાના આવા અનુભવો શેર કરીને વીડિયો દ્વારા કેદારનાથમાં ઘોડાઓ સાથે કેવુ વર્તન કરવામાં આવે છે, તેમજ ઘોડા પર ભારે વજનનો માલ સામાન અને માણસોને બેસાડીને વધુ વખત કામ કરાવવામાં આવે છે.આ સફમાં ઘોડાની હાલત એટલી ખરાબ થઇ જાય છેકે તે રસ્તામાં જ બેભાન થઇ જાય છે. ઘણા ઘોડાઓની હાલત જાેવા લાયક પણ રહેતી નથી અને તે ત્યાં જ મૃત્યુ પામે છે. ઘોડાના માલિકો ઘોડાને એવી જ સ્થિતિમાં ઘાટી પરથી નીચે ફેંકતા હોય તેવા વીડિયો પણ અવારનાવાર સામે આવતા રહે છે. આ ઘટનાઓ ક્યાં જઇને અટકે છે તે જાેવાનું રહ્યું.